ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનમાં મૂશળધાર વરસાદ, પૂરને કારણે બલૂચિસ્તાનમાં 111ના મોત

Text To Speech

આ તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 1 જૂનથી ચોમાસું શરુ થયું છે. ભારે વરસાદને લીધે બલૂચિસ્તાનમાં અત્યાર સુધીમાં 111 લોકોના મોત થયા છે.

મુશળધાર વરસાદે વેર્યો વિનાશ 

ભારે વરસાદને લીધે 16 ડેમને ભારે નુકસાન પહોંચ્યું છે. કેટલાક ડેમને વધુ તો કેટલાકને ઓછું નુકસાન થયું છે. જ્યારે ખેતરમાં ઉભો પાક અને બગીચા બરબાદ થઈ ગયા છે. ભારે વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હાલ પાકિસ્તાનમાં  બલૂચિસ્તાનના લગભગ 10 જિલ્લા ભારે વરસાદથી પ્રભાવિત છે. સાથે જ વરસાદને લીધે મોટા ભાગના રસ્તાઓને પણ નુકસાન થયું છે. મૂશળધાર વરસાદને લીધે નીચાળવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ 

જમ્મુ-કાશ્મીરમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પુંછ, રાજૌરી, ડોડા અને કઠુઆમાં લોકોના ઘરોમાં ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. શહેરના મોટાભાગના માર્ગો પાણીમાં ગરકાવ છે. શાળાના મેદાન સહિત. શેરીઓ, રસ્તાઓ પાણીથી તરબોળ બની ગયા છે. જેને કારણે રસ્તાઓ પર લાંબા જામ જોવા મળી રહ્યા છે. પરંતુ આ આફત હજુ અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં વરસાદને લઈને ઘણી જગ્યાએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Back to top button