ડીસાના શ્યામ બંગલોઝમાં ગરબાની રમઝટ સાથે બહુચર માતાના મંદિરે 1101 – લાડુનો પ્રસાદ ધરાવાયો
પાલનપુર : નવલા નોરતા બાદ શરદપૂર્ણિમાની ઉજવણી ડીસાના શ્યામ બંગલોઝ ભાગ 2 માં ખૂબ જ ઉત્સાહ અને આનંદથી કરવામાં આવી હતી. રાત્રિના 2 વાગ્યા સુધી ગરબા રાસની રમઝટ બાદ દુર્ગાદાસ વૈષ્ણવ દ્વારા સૌને સ્વાદિષ્ટ દૂધ પૌંઆ વિતરણ કરવામાં આવ્યા હતા.
દિનેશભાઈ સૈની દ્વારા લ્હાણી આપવામાં આવી હતી.આ પ્રસંગે કમિટી દ્વારા દાતાઓ દુર્ગાદાસ વૈષ્ણવ, દિનેશભાઈ સૈની અને ભોજન દાતા કાંતિભાઈ ખાખલેચા (વકીલ)નું ફૂલહાર અને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યુ હતું. રાહુલ દુર્ગાદાસ વૈષ્ણવ દ્વારા ઇનામી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું . મોડી રાત સુધી આબાલવૃદ્ધ સૌ એ ઉજવણીમાં ભાગ લીધો હતો. કમિટી દ્વારા આ કાર્યક્રમને સફળતા આપવામાં સહયોગી સૌનો આભાર માનવામાં આવ્યો હતો.
ડીસામાં બહુચર માતાના મંદિરે 1101 – લાડુનો ભોગ ધરાવાયો
પાલનપુર : ડીસા શહેરના માતા શેરી વિસ્તારમાં આવેલા માં અંબા બહુચરના મંદિરે કુલડીમાંથી કટક જમે ગોખ ભરવાની માનતા હશે. એને લઈને માં અંબા બહુચરના મંદિરે શરદ પૂર્ણિમાના દિવસે 1101- લાડુનો ગોખ ભરવામાં આવતા માં બહુચર માતાજીમાં આસ્થા ધરાવતા માઈ ભક્તો મોટી સંખ્યામાં લાડુના ગોખ તેમજ દર્શનનો લાભ ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં લીધો હતો. આ પ્રસંગે મંદિરના પૂજારી કૌશિકભાઈ મહારાજે દરેક ભક્તોને દર્શન તેમજ પ્રસાદ લાભ લઈ ધન્યતા અનુભવતા લોકોનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : IRCTC કરાવી રહ્યું છે ફ્લાઇટ દ્વારા થાઇલેન્ડની યાત્રા : અહીં જાણો વિગતો