ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ 110 અધિકારીઓને મળશે એવોર્ડ

Text To Speech
  • 30 ઓગસ્ટ, 2024ના દિવસે 110 અધિકારીઓને એવોર્ડ એનાયત થશે
  • પોલીસ અકાદમીમાં તમામ અધિકારી-કર્મચારીઓને પદક એનાયત કરવામાં આવશે
  • ગાંધીનગરના અધિક પોલીસ મહાનિદેશક આરબી બ્રહ્મભટ્ટને એવોર્ડ એનાયત થશે

ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ 110 અધિકારીઓને એવોર્ડ મળશે. જેમાં DGP Commendation Disc-2023ની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2023માં ગુજરાત પોલીસમાં બજાવેલી ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ કર્મીઓનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન પર્યાવરણમંત્રી મુકેશ પટેલે વરસતા વરસાદમાં હજારો નાગરિકો સાથે 7 હજારથી વધુ વૃક્ષ રોપ્યાં

ગુજરાત પોલીસ અકાદમીમાં તમામ અધિકારી-કર્મચારીઓને પદક એનાયત કરવામાં આવશે

કુલ 110 અધિકારી-કર્મચારીઓની પદક એનાયત કરવા માટે પસંદગી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ, 2024ના દિવસે ગુજરાત પોલીસ અકાદમીમાં તમામ અધિકારી-કર્મચારીઓને પદક એનાયત કરવામાં આવશે. ગોલ્ડ ડિસ્ક મેળવનારા અધિકારીઓની વાત કરવામાં આવે તો, ગાંધીનગરના અધિક પોલીસ મહાનિદેશક આરબી બ્રહ્મભટ્ટ, ગાંધીનગર સીઆઈડીના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી અને ગાંધીનગર ડીજીપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક રૂપલ સોલંકીને પદક એનાયત કરવામાં આવશે.

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડને પણ પદક એનાયત કરવામાં આવશે

સિલ્વર ડિસ્ક મેળવનારા અધિકારીની વાત કરવામાં આવે તો, ગાંધીનગર અધિક પોલીસ મહાનિદેશક નિરજા ગોટરૂ, અમદાવાદ કોસ્ટલ સિક્યોરિટીના પોલીસ અધિક્ષક પીએલ માલ, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ અને રેલવેના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડને પણ પદક એનાયત કરવામાં આવશે. આ સિવાય શ્વેતા શ્રીમાળી, દિપક મેઘાણી, કરણરાજ વાઘેલા, રવિ સૈની, મયુર પાટીલ, એસઆર ઓડેદરા, એન્ડ્રુસ મેકવાન, રવિરાજસિંહ જાડેજા, મુકેશકુમાર પટેલ, કોમલ વ્યાસને પણ પદક એનાયત કરવામાં આવશે. તેમજ તમામના નામની યાદી નીચે પ્રમાણે છે.

Back to top button