MPના મોરેનામાં સ્યુસાઇડ પ્રૅન્ક રીલનું શૂટિંગ કરતી વખતે 11 વર્ષના સગીરનું નીપજ્યું મૃત્યુ
- વીડિયોમાં સગીરના ગળામાં ઝાડ પરથી ફાંસો બાંધેલો જોવા મળે છે અને તે એવી રીતે વર્તે છે કે જાણે કે તે પીડામાં હોય
મોરેના, જુલાઇ 21: મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં સોશિયલ મીડિયા માટે સ્યુસાઇડ પ્રૅન્ક રીલ શૂટ કરતી વખતે એક 11 વર્ષના સગીરને ગળેફાંસો લાગી જવાથી તેનું મૃત્યુ થયું હતું તેમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. ઘટનાસ્થળે એક સગીર દ્વારા શૂટ કરાયેલા કથિત વીડિયોમાં, કરણ પરમાર નામના સગીરના ગળામાં ઝાડ પરથી ફાંસો બાંધેલો જોવા મળે છે અને તે એવી રીતે વર્તે છે કે જાણે કે તે પીડામાં હોય જ્યારે તેની આસપાસના અન્ય સગીર રિલ બનાવવાનું ચાલુ રાખે છે.
સમગ્ર ઘટના શું છે?
પોલીસના સબ-ડિવિઝનલ ઓફિસર (SDOP) રવિ ભદોરિયાએ જણાવ્યું કે, શનિવારે સાંજે અંબાહ શહેરમાં બનેલી ઘટનાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર બહાર આવ્યો છે. જેમાં કરણ પરમાર નામનો ધોરણ 7નો વિદ્યાર્થી તેના ઘરની નજીકના ખાલી પ્લોટમાં અન્ય સગીરો સાથે રમી રહ્યો હતો. ઘટનાસ્થળે એક છોકરા દ્વારા શૂટ કરાયેલા કથિત વિડિયોમાં ધ્યાન આપીએ તો તેમ જોવા મળે છે કે કરણને તેની ગરદનની આસપાસ એક ઝાડ પરથી ફાંસો બાંધવામાં આવ્યો છે, અને તે એવું વર્તન કરે છે કે તે પીડામાં છે આ સમયે તેની આસપાસના અન્ય સગીરો રમવાનું ચાલુ રાખે છે.
પોલીસ સમગ્ર મામલે શું કહ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, અન્ય બાળકોએ વિચાર્યું કે સગીર અભિનય કરી રહ્યો છે, પરંતુ તે ટૂંક સમયમાં હોશ ગુમાવી બેઠો. છોકરાના પરિવારના સભ્યો સ્થળ પર પહોંચ્યા અને તેને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. SDOPએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે એક કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે.
આ પણ જૂઓ: મુંબઈમાં વધુ એક હિટ એન્ડ રનની બની ઘટના, ઓડી કારે 2 ઓટોને મારી ટક્કર, ડ્રાઈવર સહિત 4 ઘાયલ