ગુજરાતના આ શહેરમાં સ્વાઈન ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા, નાગરિકોમાં ફફડાટ
- ઠંડીનું જોર વધતા ફ્લૂના દર્દીઓ વધ્યા છે
- 48 કલાકમાં ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા
- SSGના પીડિયાટ્રિક વિબાગમાં ન્યુમોનિયાના 4 દર્દીઓ
ગુજરાતના વડોદરા શહેરમાં સ્વાઈન ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાતા નાગરિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ઠંડીનું જોર વધતા ફ્લૂના દર્દીઓ વધ્યા છે. 48 કલાકમાં ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સતત બીજા સપ્તાહે પણ કમોસમી વરસાદ, જાણો આજે કયા ખાબકશે મેઘો
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળ્યો
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળ્યો છે. જેમાં વડોદરા શહેરમાં સ્વાઈન ફ્લૂના 11 શંકાસ્પદ દર્દી નોંધાયા છે. તેથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. ઠંડીનું જોર વધતા ફ્લૂના દર્દીઓ વધ્યા છે. તેમાં SSGના પીડિયાટ્રિક વિબાગમાં ન્યુમોનિયાના 4 દર્દીઓ દાખલ છે. એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દર્દી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.
બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.
– ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની
– વારંવાર ઉલટી થવી
– ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી
– મૂંઝવણ અને વારંવાર રડવું
– તાવ અને શરદીનો ભોગ બનવું
– પૂરતું પ્રવાહી ન પીવું
વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો
– શ્વાસ લેવામાં પરેશાની
– પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ
– ગભરાહટ તેમજ વારંવાર ઉલટી થવી
– અચાનક ચક્કર આવવા
તમે એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો ?
એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સિઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.