ગુજરાતના આ વિસ્તારોમાં અલગ પ્રકારની વ્યવસ્થા સાથે ખાસ 13 મતદાન મથક ઉભા કરાશે
- ખાસ પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચની ગુજરાત ઓફિસે કરવી પડે
- બાણેજમાં એકમાત્ર પૂજારીના મત માટે વ્યવસ્થા ઊભી થાય છે
- ઓછા મતદારો હોવા છતાં દરેક મત કિંમતી છે
ગુજરાતમાં વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા સાથે 13 મતદાન મથકો ઊભા કરવા પડશે. જેમાં બાણેજમાં એકમાત્ર પૂજારીના મત માટે વ્યવસ્થા ઊભી થાય છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં ઊના વિધાનસભા ક્ષેત્રનું બાણેજ મથક ઘનિષ્ઠ જંગલ વિસ્તારમાં આવેલું છે. મતદારો હોવા છતાં એમનો મત કિંમતી હોઈ એમના માટે વ્યવસ્થા ચૂંટણી પંચની ગુજરાત ઓફિસે કરવી પડે છે.
આ પણ વાંચો: અમદાવાદ: તંત્રની બેદરકારીએ એક માસુમનો ભોગ લીધો, ખુલ્લી ગટરમાં પડતા બાળકનું મૃત્યુ
ખાસ પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચની ગુજરાત ઓફિસે કરવી પડે
રાજ્યમાં 11 મતદાન મથકો એવા છે કે જ્યાં ઓછા મતદારો હોવા છતાં એમનો મત કિંમતી હોઈ એમના માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ચૂંટણી પંચની ગુજરાત ઓફિસે કરવી પડે છે. તે નીચે પ્રમાણે છે.
બાણેજ :
ગીર સોમનાથ જિલ્લામાં ઊના વિધાનસભા ક્ષેત્રનું બાણેજ મથક ઘનિષ્ઠ જંગલ વિસ્તારમાં આવેલું છે, જ્યાં શિવ મંદિરના પૂજારી મહંત હરિદાસ ઉદાસીન એકમાત્ર મતદાર રહેતા હોઈ 2007થી મંદિરની બાજુમાં ફોરેસ્ટ ઓફિસમાં મતદાનની વ્યવસ્થા કરવી પડે છે.
અજાડ ટાપુ :
દ્વારકા જિલ્લામાં ખંભાળિયા વિધાનસભા બેઠકમાં પડતો અજાડ ટાપુ દરિયાકિનારાથી 10 કિલોમીટર દૂર છે, જ્યાં રહેતા 40 મતદારો માટે તંબુમાં મતદાન મથક ઊભું કરાય છે.
કિલેશ્વર નેસઃ
દ્વારકાના ખંભાળિયા વિધાનસભા બેઠક વિસ્તારમાં આવતો કિલેશ્વર નેસ બરડાના જંગલમાં આવેલો છે, જ્યાં રહેતા 516 મતદારો માટે વાયરલેસ સેટ સાથે મતદાન મથક ઊભું કરાય છે.
આલિયા બેટ :
ભરૂચમાં વાગરા વિધાનસભા ક્ષેત્રમાં પડતા આલિયા બેટ ખાતે 136 પુરુષ અને 118 સ્ત્રી મળીને 254 મતદારો માટે વ્યવસ્થા ઊભી થાય છે. અગાઉ આ વિસ્તારમાં મતદાનમથક વસાહતોથી ઘણે દૂર હતું તેથી બસ દ્વારા મતદારોને મતદાન મથકે લાવવાની વ્યવસ્થા કરવી પડતી હતી. હવે વસાહત નજીક શિપિંગ કન્ટેઇનરમાં મથક ઊભું કરાય છે.
શિયાલ બેટ :
અમરેલી જિલ્લામાં રાજુલા વિધાનસભા ક્ષેત્રમાં આવતો આ નાના દરિયાઈ ટાપુ ઉપર 5,048 મતદારો વસે છે. જે માછીમારો છે. અહીં પાંચ મતદાન મથકો માટે ચૂંટણીતંત્ર બોટમાં આવી વ્યવસ્થા ઊભી કરે છે.
સાપ નેસ બિલિયા :
ગીર સોમનાથના ઊના વિધાનસભા ક્ષેત્રમાં સાપ નેસ બિલિયા નામક એવો નેસ છે કે જ્યાં 23 પુરુષો અને 19 મહિલા મળીને 42 મતદારો માટે 2007થી તંબુમાં મતદાન મથક ઊભું કરાય છે.
માધુપુર-જાંબુર :
ગીર સોમનાથ જિલ્લામાં તલાળા વિધાનસભા ક્ષેત્રમાં માધુપુર અને જાંબુર મતદાન મથકો અહીં રહેતાં 3,515 જેટલા સિદ્દી સમાજના મતદારો માટે ઊભા કરાય છે.
ચોપડી :
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં આ સ્થળ ગાઢ જંગલ અને પર્વતીય વિસ્તારથી ઘેરાયેલું છે, જ્યાં 72 પુરુષો અને 62 મહિલા મળીને 134 મતદારો માટે જંગલમાં 37 કિલોમીટર દૂર વ્યવસ્થા ઊભી કરવી પડે છે.
સાત વિરડા નેસ, ભૂખબરા નેસ અને ખારા વિરા નેસઃ
પોરબંદર જિલ્લામાં કુતિયાણા વિધાનસભા ક્ષેત્રમાં પડતા બરડાના જંગલમાં આ ત્રણ નેસ આવેલા છે, જ્યાં કુલ 2,304 મતદારો આવેલા છે, જેમના માટે વાયરલેસ સેટ સાથે ત્રણ મથકો ઊભા કરવા પડે છે.
કનકાઈ :
જૂનાગઢ જિલ્લામાં વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં પડતું કનકાઈ મતદાન મથક જંગલ અને નેસ વિસ્તારમાં આવેલું છે, જ્યાં 121 મતદારો માટે વાયરલેસ સેટ સાથે મતદાન મથક ઊભું કરાય છે.
રાઠડા બેટ :
મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા બેઠકમાં આવતો આ બેટ કડાણા ડેમના જળાશયમાં આવેલો છે, જ્યાં 381 પુરુષ અને 344 સ્ત્રી મળીને લગભગ 725 મતદારો રહે છે, જેમના માટે બોટથી વ્યવસ્થા ઊભી કરવી પડે છે.
ચોપડી :
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં આ સ્થળ ગાઢ જંગલ અને પર્વતીય વિસ્તારથી ઘેરાયેલું છે, જ્યાં 72 પુરુષો અને 62 મહિલા મળીને 134 મતદારો માટે જંગલમાં 37 કિલોમીટર દૂર વ્યવસ્થા ઊભી કરવી પડે છે.
સાત વિરડા નેસ, ભૂખબરા નેસ અને ખારા વિરા નેસઃ
પોરબંદર જિલ્લામાં કુતિયાણા વિધાનસભા ક્ષેત્રમાં પડતા બરડાના જંગલમાં આ ત્રણ નેસ આવેલા છે, જ્યાં કુલ 2,304 મતદારો આવેલા છે, જેમના માટે વાયરલેસ સેટ સાથે ત્રણ મથકો ઊભા કરવા પડે છે.