ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં 11 શખ્સોની ધરપકડ, યુવરાજ સિંહે કહ્યું- જો તે સમયે…..
ઉર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ આચરીને ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા UGVCLના 11 કર્મચારીઓની ધરપકડ કરી લેવામા આવી છે. આ મામલે સમગ્ર કૌભાંડને ઉજાગર કરનાર યુવરાજ સિંહે પણ જેલમાંથી બહાર આવતા જ પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઉર્જા વિભાગમાં ગેરરીતિ મામલે 11 કર્મચારીઓની ધરપકડ
ઉર્જા વિભાગમાં ગેરરીતિ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે જ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતિ આચરીને ભરતી થવાના કૌભાંડમાં 11 જેટલા લોકોની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડીઓને અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વિવિધ ટીમ બનાવીને દરોડા પાડીને દબોચી લીધા હતા.
#ઊર્જા_વિભાગ ની પરીક્ષા ચાલુ હતી(૦૪ જાન્યુઆરી ૨૦૨૧) તે દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરી ઊર્જા વિભાગના #સિસ્ટમેટીક_કૌભાંડ ઉજાગર કરેલ..
જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો આ લિસ્ટ બહુ લાંબુ હોત.હજી પણ ઇચ્છાશક્તિ હોય તો આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર… https://t.co/Cg2eDjxhAa pic.twitter.com/HQt7jPfSiB
— Yuvrajsinh Jadeja (@YAJadeja) July 25, 2023
જાણો સમગ્ર મામલો
વર્ષ 2020 થી 2021 દરમિયાન રાજ્યની UGVCL, DGVCL કે PGVCL ના 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવમાં આવી હતી.જેમાં અમદાવાદ – વડોદરા અને રાજકોટ સુરત સહિતના સ્થળે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં કોમ્પ્યુટરોમાં એક વિશેષ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. જેની મદદથી ઉમેદવારના પ્રશ્નપત્રના જવાબો પરીક્ષા કેન્દ્રની બહાર બેસેલ ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરાવવામાં આવતા હતા. આ કૌભાંડથી 300 લોકો નોકરીએ લાગ્યાની આશંકા છે. જો કે સુરત ક્રાઈમબ્રાંચ દ્વારા સત્તાવાર ધરપકડની જાહેરાત કરવાની બાકી છે.
યુવરાજસિંહે આ કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ
આ કૌભાંડને યુવરાજસિંહે ઉજાગર કર્યું હતુ અને તેમાં સામેલ લોકોના નામ પણ જાહેર કર્યા હતા. યુવરાજસિંહે આરોપ લગાવતા કહ્યું હતું કે કે UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે તેમજ તેઓએ કુલ 11 વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો પણ ખુલાસો કર્યો હતો. જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આ અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે આ કૌભાંડીઓની ધરપકડ કરતા યુવરાજ સિંહે ટ્વિટ કરીને લખ્યું કે , ” મેં જાન્યુઆરી 2021માં જ્યારે ઉર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું હતું.જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો આ લિસ્ટ બહુ લાંબુ હોત’ અને હજી પણ ઇચ્છાશક્તિ હોય તો આ ભરતીની CBI દ્વારા તપાસ કરવામાં આવે તો આ ઓનલાઈન સિસ્ટમેટીક સ્કેમમાં 300+ એવા લોકો મળશે, જે વર્તમાનમાં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરીમાં “ભ્રષ્ટાચાર”થી નોકરી કરતા હશે. આ કૌભાંડના મૂળ ખુબ ઊંડા છે. જેથી યોગ્ય તપાસ થશે તો ઘણા મોટા અધિકારી અને વગદાર વ્યક્તિઓના નામ સામે આવશે ”
આ પણ વાંચો : અમદાવાદમાં આંખ આવવાની બિમારીએ લીધો ભરડો, છેલ્લાં 24 કલાકમાં 263 કેસ નોંધાયા