કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છમાંથી એક વખત ફરીથી ઝડપાયા ચરસના 11 પેકેટ; SOGની કાર્યવાહી

Text To Speech

હમ દેખેગે ન્યૂઝ: કચ્છની દરિયાઇ સીમામાંથી માદક પદાર્થોનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત છે. કચ્છમાં ફરી એક વખત ચરસના કેટલાક પેકેટ ઝડાપ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીએ દ્વારા ચરસના 11 પેકેટ ઝડપી પાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

મળી રહેલી માહિતી અનુસાર, છછી અને ધ્રુવઇ વચ્ચેના દરિયાકિનારેથી પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીએ ચરસના 11 પેકેટ ઝડપી પાડ્યા છે. છછી લાઇટ હાઉસની પાછળના ભાગેથી બિનવારસી હાલતમાં શંકાસ્પદ નાર્કોટિક્સ માદક પદાર્થ ચરસના 11 પેકેટ મળી આવ્યા છે.

ગુરુવારે અબડાસાના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. એકજ સપ્તાહના સળંગ પાંચ દિવસ દરમિયાન ચરસના કુલ 140 પેકેટ જ્યારે હેરોઈનના ત્રણ પેકેટ સુરક્ષા એજન્સીઓ અને સલામતી દળને બિનવારસી મળી આવ્યા હતા. તે ઉપરાંત ચરસના પેકેટ સાથે વિસ્ફોટક સેલ પણ મળી આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ અને સલામતી દળના જવાનોએ દરિયાઈ કાંઠા વિસ્તારમાં તપાસ અભિયાન સઘન બનાવી દીધુ છે.

આ પણ વાંચો- છોટા ઉદ્દેપુર : ACBએ વધુ એક ભ્રષ્ટ અધિકારીને કર્યો ઝબ્બે; કરી હતી દોઢ લાખની માંગણી

સ્વતંત્રતા દિવસે 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળ્યું

ઉલ્લેખનિય છે કે,સ્વતંત્રતા દિવસે BSFને શેખરન પીર ટાપુ પરથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળી આવ્યું હતુ, તો સ્ટેટ આઈબીને જખૌના સૈયદ સુલેમાન પીર કાંઠા વિસ્તારમાંથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળ્યું હતું. 16 ઓગસ્ટના દિવસે જખૌ નજીકના સિંઘોડી અને પિંગ્લેશ્વર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જ્યારે કોઠારા પોલીસને ખીદરત બેટ પાસેથી ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા. આ સિલિસિલો આજદિન સુધી યથાવત રહેવા પામ્યો છે.

કચ્છમાં સરહદ પારથી આવી રહ્યું છે ડ્રગ્સ

કચ્છનો દરિયા કિનારા પર ડ્રગ્સનું દૂષણ છેલ્લા કેટલાક સમયથી વધી ગયું છે. આ પહેલા પણ કચ્છના જખૌ, અબડાસાના દરિયા કિનારે ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.ચરસના વારંવાર પેકેટ મળતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ બની ગઇ છે.

કચ્છના માછીમારોને ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવા માટે લાલચ આપવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ચરસ અને ડ્રગ્સના કિલોના પેકેટને લઇને ભાવ બોલાઇ રહ્યાં છે.

આ પણ વાંચો-GST કર્મચારીને CMO અધિકારી બનીને આપી ધમકી; કહ્યું તપાસ બંધ કરો

Back to top button