ગુજરાત

અમદાવાદ ડીસીપી સાયબર ક્રાઈમ સહીત 11 IPS અધિકારીઓ ખાસ તાલીમ માટે હૈદરાબાદ જશે

  • આઈપીએસ તરીકે સેવાના નવ વર્ષ પૂર્ણ કરનારા અધિકારીઓ હૈદરાબાદ જશે
  • 20 દિવસ સુધી ચાલશે તાલીમ
  • અન્ય રાજ્યના આઈપીએસ અધિકારીઓ પણ રહેશે ઉપસ્થિત

ગુજરાતમાં આઈપીએસ તરીકે પોતાની સેવાના નવ વર્ષ પૂર્ણ કરનારા 11 જેટલા અધિકારીઓ આગામી 8 એપ્રિલે હૈદરાબાદ ટ્રેનિંગમાં જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અધિકારીઓમાં ડીસીપી સાયબર ક્રાઈમ અમદાવાદના અજિત રાજિયન તથા બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાનો પણ સમાવેશ થયા છે. અધિકારીઓની આ તાલીમ 20 દિવસ સુધી ચાલશે.

અન્ય રાજ્યના આઈપીએસ અધિકારીઓ પણ રહેશે ઉપસ્થિત

ટ્રેનિંગ દરમિયાન દેશમાં ગુનાખોરીના નવા ટ્રેન્ડ ઉપરાંત ગુનાખોરીને અંજામ આપવા માટે આરોપીઓ કેવી કેવી નવી ટેક્નીક અત્યારે કરી રહ્યા છે ઉપરાંત ગુનાઓનો ઝડપી ઉકેલ કેવી રીતે લાવી શકાય તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ટ્રેનિંગ દરમિયાન અન્ય રાજ્યના આઈપીએસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેનાર હોવાથી તેઓ પણ પોતાના અનુભવોનું વર્ણન કરશે.

8 એપ્રિલે હૈદરાબાદ સ્થિત સરદાર પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં થશે હાજર

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના સંખ્યાબંધ જીપીએસ અધિકારીઓને આઈપીએસના પ્રમોશન મળ્યા હતા જેમાં ગીરસોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સમાવિષ્ટ હતા. આઈપીએસના પ્રમોશન બાદ તેમને તાલીમ માટે હૈદરાબાદ પોલીસ એકેડેમીમાં મોકલાયા છે ત્યારે જ ગુજરાત કેડરના 12 એસપી કક્ષાના અધિકારીઓને પણ તાલીમ માટે હૈદરાબાદ જવાનું હોવાથી તેમને ફરજમુક્ત કરવા માટે પોલીસ ભવનથી આદેશ કરવામાં આવ્યા છે. જે અધિકારીઓ તાલીમ માટે જશે તેમનો ચાર્જ કોણ સંભાળશે તેની વ્યવસ્થા જે તે શહેર-જિલ્લાના પોલીસવડા દ્વારા કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓને આઠમી એપ્રિલે હૈદરાબાદ સ્થિત સરદાર પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાં હાજર થવાનો ઑર્ડર નીકળ્યો છે.

ક્યાં – ક્યાં અધિકારીઓ હૈદરાબાદ તાલીમ માટે જશે?

1) અજિત રાજિયન (ડીસીપી સાયબર ક્રાઈમ-અમદાવાદ)
2) રવિ મોહન સૈની (એસપી-પોરબંદર)
3) વાસમ શેટ્ટી રવિ તેજા (એસપી-જૂનાગઢ)
4) મયુર ચાવડા (આઈબી-ગાંધીનગર)
5) ધર્મેન્દ્ર શર્મા (એસપી-છોટાઉદેપુર)
6) સંજય ખરાટ (એસપી-અરવલ્લી)
7) અક્ષયરાજ મકવાણા (એસપી-બનાસકાંઠા)
8) એસ.આર.ઓડેસરા (સીઆઈડી ક્રાઈમ)
9) પ્રશાંત અપ્પાસાહેબ (એસપી-નર્મદા)
10) અલિ ત્યાગી (એસપી-મહેસાણા)
11) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ (ડીસીપી ક્રાઈમ-રાજકોટ)

Back to top button