આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ભારતની વધુ 11 કંપની ₹1 ટ્રિલિયન માર્કેટ કેપની ક્લબમાં પ્રવેશી, જાણો કુલ સંખ્યા કેટલી થઈ

  • 1 ટ્રિલિયનની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓના ક્લબમાં 11 નવી કંપનીઓનો સમાવેશ
  • વેદાંત અને અદાણી એનર્જી સોલ્યુશન્સ આ ક્લબમાંથી બહાર થઈ ગઈ
  • અમુક લોકો દ્વારા ભારતના અર્થતંત્રની થતી ટીકા છતાં આ છે વાસ્તવિકતા

મુંબઈઃ ભારતીય કંપનીઓનું જોશ વધી રહ્યું છે તેવું તાજેતરના આંકડા પરથી સાબિત થાય છે. છેલ્લા સાત મહિનામાં 11 કંપનીઓની માર્કેટ કેપ રૂપિયા 1 ટ્રિલિયન (1 ખરબ)ને પાર કરી ગઈ છે. જોકે પહેલાથી 46 કંપનીઓ આ ક્લબમાં જોડાઈ ચૂકી છે. તેમજ બે કંપનીઓ વેદાંત અને અદાણી એનર્જી સોલ્યુશન્સ આ ક્લબમાંથી બહાર થઈ ગઈ છે. જેના કારણે અંતિમ સંખ્યા ઘટીને 57 થઈ ગઈ. 11 નવી કંપનીઓનો સમાવેશ નાણાકીય વર્ષ 2023ની તુલનામાં 19 ટકા વધુ છે. દેશના અર્થતંત્ર વિશે અમુક લોકો દ્વારા જે સતત અપપ્રચાર કરવામાં આવે છે ત્યારે આ અહેવાલ ટીકાકારોની સાથે સૌની આંખ ઉઘાડનારો છે.

કઈ છે આ 11 કંપનીઓ

રૂપિયા 1 ટ્રિલિયનની ક્લબમાં જોડાનાર નવી 11 કંપનીઓમાં અદાણી પાવર, DLF, હિન્દુસ્તાન એરોનોટિક્સ, જિયો ફાઇનાન્સિયલ સર્વિસીસ, વરુણ બેવરેજીસ, ઇન્ડસઇન્ડ બેંક, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઝોમેટો, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને સિપ્લાનો સમાવેશ થાય છે. આમાંથી પાંચ કંપનીઓ અદાણી પાવર, DLF, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઝોમેટો અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જૂથમાં ફરી જોડાઈ છે. નિષ્ણાતોના મતે સામાન્ય રીતે રૂપિયા 1 ટ્રિલિયનથી વધુની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓને લાર્જ-કેપ સ્ટોક ગણવામાં આવે છે.

કોની માર્કેટ કેપ કેટલી છે?

31 માર્ચ 2023 સુધીમાં 48 કંપનીઓની એમ-કેપ અથવા માર્કેટ કેપ રૂપિયા 1 ટ્રિલિયન અને તેથી વધુ હતી. જેમાં 11 નવા સભ્યોના ઉમેરા સાથે કુલ સંખ્યા 59 થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2024 માટે છેલ્લા સાત મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી 50એ અનુક્રમે 10% અને 12% વળતર આપ્યું છે, જ્યારે BSE મિડકેપ અને BSE સ્મોલકેપે અનુક્રમે 35% અને 42% વળતર આપ્યું છે. અદાણી પાવરની સૌથી વધુ એમ-કેપ 1.52 ટ્રિલિયન, DLFની 1.47 ટ્રિલિયન અને હિન્દુસ્તાન એરોનોટિક્સની 1.37 ટ્રિલિયન રૂપિયા હતી. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ જે 21 ઓગસ્ટના રોજ ભારતીય બજારોમાં લિસ્ટેડ થઈ હતી, તે જ દિવસે 1 ટ્રિલિયનના આંક પર પહોંચી ગઈ હતી. આજે તેની એમ-કેપ રૂપિયા 1.36 ટ્રિલિયન છે.

એમ-કેપ મુજબ ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા 15.81 ટ્રિલિયનની એમ-કેપ સાથે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલે કે TCSની એમ-કેપ 12.37 ટ્રિલિયન અને HDFC બેન્ક 11.32 રૂપિયા ટ્રિલિયન છે. 31 માર્ચ 2023 થી BSE પર કુલ માર્કેટ કેપ રૂપિયા 62.3 ટ્રિલિયન અથવા 24 ટકા વધીને રૂપિયા 320.5 ટ્રિલિયન થઈ છે.

આ પણ વાંચો, યમુનાનગરમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી 6 લોકોના મૃત્યુ

Back to top button