ટોપ ન્યૂઝનેશનલ

બાંદ્રાથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 10 મુસાફરો ઈજાગ્રસ્ત

Text To Speech

વેસ્ટન રેલવેની લાઈન પર આજે વહેલી સવારે મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં મહારાષ્ટ્રના બાંદ્રાથી જોધપુર જઈ રહેલી સૂર્યનગરીન એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે પ્રારંભિક માહિતી અનુસાર કોઈ પણ જાનહાનિ થઈ નથી પરંતુ 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

નોર્થ વેસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર,અકસ્માતની માહિતી મળતા જ જોધપુરથી રાહત ટ્રેનને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. પાટા પરથી ડબ્બા ખડી પડવાની ઘટના મધ્યરાત્રીના સાડા ત્રણ વાગ્યે થઈ હતી. બાંદ્રા ટર્મિનસથી જોધપુર જતી સૂર્યનગરી એક્સપ્રેસ તેના સમય પર દોડી રહી હતી.

આ અંગે નોર્થ વેસ્ટર્ન રેલવેના સીપીઆરઓએ કહ્યું કે, અકસ્માતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જનરલ મેનેજર-ઉત્તર પશ્ચિમ રેલવે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જયપુરમાં હેડક્વાર્ટર સ્થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

Suryanagri train Hum Dekhenge News 01

અત્યાર સુધીમાં ચાર ટ્રેનો ડાયવર્ટ

આ દુર્ઘટના બાદ ચાર ટ્રેનને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. જ્યારે સૂર્યનગરી એક્સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે.

Suryanagri train Hum Dekhenge News 0024

રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે

જોધપુર: 0291- 2654979(1072), 0291- 2654993(1072), 0291- 2624125, 0291- 2431646
પાલી મારવાડ: 0293- 2250324, 0293- 2250138, 0293- 2251072

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ ગોળીબાર કર્યો, 3ના મોત, 7 ઘાયલ

Back to top button