એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલ

10th topper પ્રાચી નિગમે તેના દેખાવ પર ટિપ્પણી કરનારાઓને પણ આપ્યો સુંદર જવાબ

  • ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં બોર્ડનું પરીણામ જાહરે થયું જેમાં 10માં ધોરણમાં પ્રાચી નિગમે ટોપ કર્યુ છે
  • પ્રાચીએ કુલ 600 માર્ક્સમાંથી 591 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે
  • 3 વિષયમાં પુરા 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે

ઉત્તરપ્રદેશ, 26 એપ્રિલ: યૂપી બોર્ડમાં 10માંના 2024ના રીઝલ્ટમાં આ વર્ષે સીતાપુરની પ્રાચી નિગમે 98.50%  સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર રાજ્યમાં હાઈસ્કૂલ બોર્ડની પરીક્ષામાં ટોપ કરતા સ્કૂલ ટીચર્સ, મિત્રો- સગાવહાલાઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા. દીકરીની સફળતાથી તેનો આખો પરિવાર ખુશ છે. સોશિયલ મીડિયા પર યુપી બોર્ડની 10માં ધોરણની ટોપર પ્રાચી નિગમ હાલમાં છવાઈ ગઈ છે. જોકે આ વચ્ચે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સેનું ધ્યાન પ્રાચીની પ્રતિભા કરતા તેના ફેશિયલ હેર પર વધારે ગયું હતું. કેટલાક યુઝર્સે પ્રાચીના ચહેરા પરના વાળને લઈને ઘણી ટ્રોલ કરી હતી. જ્યારે આ વિશે પ્રાચીને પુછાતા તેણે ટ્રોલર્સને એવો સુંદર જવાબ આપ્યો કે જે તમારું દીલ પણ જીતી લેશે.

પ્રાચીએ પોતાના દેખાવ પર કોમેન્ટ કરનારાનો પણ આભાર માન્યો

પ્રાચીએ કહ્યું કે યુપી બોર્ડ હાઈસ્કૂલમાં ટોપ કર્યા પછી તેનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો. ઘણા લોકોએ મને આ બાબતે સપોર્ટ પણ કર્યો, હું તેમનો આભાર માનું  છું અને જે લોકો મારો ફોટો જોઈને કહી રહ્યા છે કે આ કેવી છોકરી છે તેના પર તેણે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેણે આગળ કહ્યું કે સૂરત અને સીરત પર કમેન્ટ કરનારાનો પણ ઘણો આભાર, મને કોઈ ફરક નથી પડતો કે તમે શું કહી રહ્યા છો.

પ્રાચીએ આપ્યું ચાણક્યનું ઉદાહરણ

ચાણક્યનું ઉદાહરણ આપતાં પ્રાચી નિગમે કહ્યું કે ચાણક્યના દેખાવ વિશે પણ આવી જ કંઈક  વાતો કહેવામાં આવી હતી, પરંતુ ચાણક્યએ ક્યારેય તે બાબતો પર પોતાનુું ધ્યાન નહોતું આપ્યું. માટે આવી બાબતોથી મને પણ કોઈ ફરક પડતો નથી, જેમ ચાણક્યનું ધ્યાન પોતાના લક્ષ્ય પર હતું તેમ મારું પણ અલગ લક્ષ્ય છે.

યુપી 10 બોર્ડની ટોપર પ્રાચી નિગમની માર્કશીટ

પ્રાચીને કુલ 600માંથી 591 માર્ક્સ મળ્યા છે, જેમાં તેણે  3 વિષયોમાં 100 માંથી પુરા 100 માર્ક્સ મેળવ્યા છે.

હિન્દી – 97  માર્ક્સ
અંગ્રેજી – 97 માર્ક્સ
ગણિત – 100 માર્ક્સ
વિજ્ઞાન – 100 માર્ક્સ
સમાજ વિદ્યા – 97 માર્ક્સ
ડ્રોઈંગ – 100 માર્ક્સ

 આમ, આ વખતે યુપી 10મા બોર્ડમાં 89.55%, 12મા 82.60% વિદ્યાર્થીઓ પાસ થયા છે. 10માં 93.40% છોકરાઓ અને 86.05% છોકરાઓ પાસ થયા છે. જ્યારે, 12મામાં 88.42%  છોકરીઓ અને 77.78% છોકરાઓ પાસ થયા છે.

આ પણ વાંચો :Fact Check: શું PM મોદી વિદ્યાર્થીઓને કોઈ યોજના હેઠળ લેપટોપ આપી રહ્યા છે? શું છે સત્ય?

Back to top button