ટ્રેન્ડિંગનેશનલ

સ્કૂલમાં પહોંચતા જ 10મા ધોરણનો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો, પરિવારજનોએ કહ્યું- પોસ્ટમોર્ટમ નહીં કરાવીએ

  • વિદ્યાર્થીને અગાઉ હૃદય સંબંધિત સમસ્યાને કારણે 15 દિવસ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો દાખલ
  • હોસ્પિટલમાંથી રજા મળતા વિદ્યાર્થી પહોંચ્યો હતો સ્કૂલે, અચાનક શાળામાં ઢળી પડ્યો અને થયું મૃત્યુ

રાજસ્થાન, 6 જુન: રાજસ્થાનના દૌસામાં એક વિદ્યાર્થી સ્કૂલમાં જતી વખતે અચાનક બેભાન થઈ ત્યાં જ ઢળી પડ્યો. જ્યારે સ્કૂલ સ્ટાફ તેને હોસ્પિટલ લઈ ગયો ત્યારે ખબર પડી કે છોકરાનું મૃત્યુ થઈ ગયું છે. વિદ્યાર્થીના પરિવારજનોનું કહેવું છે કે તેને પહેલાથી જ હૃદય સંબંધિત સમસ્યા હતી. આ કારણોસર તેને 15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરના સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે યુવાનોમાં હાર્ટ એટેકને તેમની ખરાબ જીવનશૈલી અને ખરાબ ટેવો સાથે જોડવામાં આવી રહી છે, તેમ છતાં શાળાના બાળકોમાં હૃદય સંબંધિત રોગોના વધતા કેસ ચિંતાજનક છે.

શાળાના CCTVમાં કેદ થયા દ્રશ્યો

શાળાના CCTV ફૂટેજ પણ પ્રકાશમાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીને જોઈ શકાય છે. તે તેની સ્કૂલ બેગ લઈને આરામથી જઈ રહ્યો છે. તેની આગળ એક મહિલા પણ છે, પછી અચાનક વિદ્યાર્થી જમીન પર ઢળી પડે છે. વિદ્યાર્થીને જમીન પર પડેલો જોઈને મહિલા ચોંકી જાય છે. તે જ સમયે નજીકમાં બેઠેલો અન્ય એક યુવક દોડીને વિદ્યાર્થી પાસે જાય છે અને તેની તબિયત જાણવાનો પ્રયાસ કરે છે.

અહીં જૂઓ વીડિયો:

 

10મા ધોરણના વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક

બાંદિકૂઈ ઉપજિલા હોસ્પિટલના ડૉક્ટર પવન જરવાલનું કહેવું છે કે 16 વર્ષના બાળકને સવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેના ધબકારા બંધ થઈ ગયા હતા અને તે મૃત જણાતો હતો. સીપીઆર આપીને તેને જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી. બાળકના પરિવારજનોએ જણાવ્યું કે થોડા વર્ષો પહેલા તેને હૃદય સંબંધિત સમસ્યા હતી અને તે 15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો. આ સિવાય અન્ય કોઈ રોગ કે સારવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો કર્યો ઇનકાર

ડૉક્ટરે એમ પણ કહ્યું કે જ્યારે પોસ્ટમોર્ટમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે બાળકના પરિવારે ના પાડી હતી. બાળકના શરીર પર કોઈ ઈજા કે અન્ય કોઈ નિશાન ન હતા. આવી સ્થિતિમાં, અન્ય કોઈ કારણથી મૃત્યુની સંભાવના ઘણી ઓછી હતી. તેથી પરિવારે પણ બાળકના પોસ્ટમોર્ટમની ના પાડી હતી.

આ પણ વાંચો: NEET-UG કાઉન્સેલિંગ સ્થગિત: તારીખ લંબાવવાની સંભાવના

Back to top button