અમદાવાદગુજરાતવિશેષ

IAR ખાતે 10માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ

Text To Speech

12મી ઓક્ટોબરના રોજ ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રીસર્ચ (IAR) યુનિવર્સિટી ખાતે 10 માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાંસેલર તથા ડાયરેક્ટર બ્રિગેડિયર પી.સી. વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારંભમાં રજીસ્ટ્રાર ડૉ. મનિષ પરમાર, ડીન રીસર્ચ પ્રો. આનંદ કે. તિવારી, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર શ્રી મનોજભાઇ પટેલ, તેજલબેન શુક્લા, વિવિધ વિભાગોના વડાઓ, શિક્ષકગણ, સ્ટાફમિત્રો તથા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

બ્રિગેડિયર પી.સી. વ્યાસે પોતાના વક્તવ્યમાં યુનિવર્સિટીનો ઇતિહાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત ખાતેના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન એ સમયના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોએ યુનિવર્સિટીની સ્થાપનામાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. બ્રિગેડિયર પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રીસર્ચ ગુણવત્તાયુક્ત, ઇનોવેશન, રીસર્ચ બેઝડ શિક્ષણ માટે ગુજરાતભરમાં જાણીતી છે.

કાર્યક્રમમાં કુલ 15 થી વધુ ટોપર્સ વિદ્યાર્થીઓને એકેડેમિક એક્સલન્‍સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે બેસ્ટ કેટેગરીમાં 8 એવોર્ડ આપવામાં આવ્યા હતાં. બેસ્ટ સ્ટુડન્‍ટનો એવોર્ડ વિવેક શિવકુમાર તિવારીને જ્યારે બેસ્ટ ટીચરનો એવોર્ડ ડૉ. ગજેંદ્ર સિંઘ વિશ્વકર્માને એનાયત થયો હતો.

આ પણ વાંચોઃ ISRO જાસૂસી કેસમાં શકમંદ કર્મચારીને ગુજરાત હાઇકોર્ટે જામીન ન આપ્યા

Back to top button