ગુજરાતટોપ ન્યૂઝ

લો બોલો, ગુજરાતમાં 109 શાળાઓ ગુજરાતી ભાષા ભણાવતી નથી

Text To Speech

ગુજરાતી વિષય ફરજિયાત ન ભણાવતી સ્કૂલોને NOC કેવી રીતે મળે છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં દરેક સ્કૂલોમાં સરકાર ગુજરાતી ફરજિયાતનો અમલ કેમ નથી કરાવતી તથા ગુજરાતમાં રહેલી શાળાઓને ક્યાં નિયમોને આધારે એનઓસી આપો છો. તેમજ ગુજરાતમાં અપણ આ મુદ્દે કાયદો બનાવવો જરુરી છે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટેનો આદેશ: કર્મચારી ખાતાકીય કેસમાં બચાવ માટે વકીલ રોકી શકશે

ગુજરાતી વિષયને પહેલા ધોરણથી ફરજિયાત ભણાવવાની માગ

રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી વિષયને પહેલા ધોરણથી ફરજિયાત ભણાવવાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં, હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં પહેલા ધોરણથી ફરજિયાત ગુજરાતી ભણાવવા માટે સરકારનો જ પરિપત્ર છે, તો તમામ બોર્ડની શાળાઓ તેનો અમલ ન કરે તે કેવી રીતે ચાલે ? હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, અન્ય બોર્ડ કે શાળાઓ ગુજરાતની ધરતી પર શાળાઓ ચલાવે છે, તો તેઓ શા માટે ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા મુદ્દે નિરસતા દાખવે છે ?

આ પણ વાંચો: અમદાવાદમાં આ તારીખથી પડશે કડકડતી ઠંડી

આ કેસની વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ હાથ ધરાશે

હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, ગુજરાતમાં રહેલી શાળાઓને ક્યાં નિયમોને આધારે એનઓસી આપો છો, તે જણાવો. સરકાર એનઓસી આપે છે તો શાળાઓ માટે શરતો પણ હશે, આ અંગેની વિગતોને રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ હાથ ધરાશે. હાઈકોર્ટે સરકારને એ પણ ટકોર કરેલી કે જે શાળાઓ ગુજરાતી ભણાવવાનુ સર્ટિફિકેટ આપે છે, તેમને તો પહેલા ગુજરાતી શિખવાડો.

આ પણ વાંચો: અમદાવાદ: પેપર કપ પર પ્રતિબંધ AMC કમિશનર ભરાયા, ઉત્પાદકોએ આપી આ ચીમકી

માત્ર પરિપત્ર બહાર પાડવાથી ન ચાલે

અરજદારની રજૂઆત હતી કે તેમને મળેલી વિગત મુજબ રાજ્યમાં 109 શાળાઓ છે, જે ગુજરાતી ભાષા ભણાવતી નથી, જ્યારે સરકાર કહે છે માત્ર 23 શાળાઓ જ ગુજરાતી ભણાવતી નથી. દેશમાં પંજાબ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, આસામ, જમ્મુ-કાશ્મીર (ઉર્દુ માટે) સહિતના રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષાઓને ધો. 1થી 8 સુધી ભણાવવા માટે નિયમો બનેલા છે. ગુજરાતમાં આ મુદ્દે કાયદો બનાવવો જરુરી છે, માત્ર પરિપત્ર બહાર પાડવાથી ન ચાલે.

Back to top button