ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

108 એમ્બ્યુલન્સમાં એક વર્ષમાં સાયરનની સાથે 6700 વખત થયું ઊંવાં-ઊંવાં

Text To Speech

મહેસાણા, 8 જાન્યુઆરી 2025 : મહેસાણામાં 2024 માં 108એ કુલ 26,171 લોકોને વિવિધ પ્રકારની સારવાર પૂરી પાડી છે. સરાહનીય વાત તો એ છે કે મહેસાણામાં 6,762 મહિલાઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રસુતિ સારવાર કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ લોકોને ઘણી બધી રીતે સારવાર આપતી હોય છે. આ ઉપરાંત રોડ અકસ્માત તેમજ વિવિધ પ્રકારની ઈમરજન્સીમાં 108 હંમેશા લોકસેવાના કામોમાં મદદરૂપ બની છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

આપત્તિ સમયની સાંકળ એટલે 108 એ માત્ર એક આંકડો નહીં પણ આપત્તિગ્રસ્ત અને આપત્તિકાળ સ્થિતિમાં તત્કાળ મળતી સેવા છે. મહેસાણા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવાએ વર્ષ 2024 સેવામાં મહેસાણા જિલ્લામાં 20 એમ્બ્યુલન્સ, 105 મેન પાવર ઘણા જીવન રક્ષાના તબીબી સાધનોથી સજ્જ છે. તબીબી સાધનો સાથે સેવા માટે સજ્જ 24 કલાક એક્ટિવ સેવા આપી રહી છે. જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા વર્ષ 2024 માં 26,171 જેટલા દર્દીઓને સમયસર સારવાર કરી નોંધનીય કામગીરી પણ કરી છે.

મહેસાણામાં ખીલખીલાટ દસ વાન સક્રિય છે. સગર્ભા માતા અને બાળક માટે સવારે 8:00 થી રાતના આઠ વાગ્યા સુધી ખીલખીલાટ દોડી રહી છે.

આ પણ વાંચો : વધુ બાળકોને આપો જન્મ! આ દેશોમાં ચાલી રહ્યું છે અભિયાન; કયા દેશોમાં ઘટતી વસ્તીને કારણે છે તણાવ 

Back to top button