ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

107 વર્ષની દાદી રામબાઈએ ફરી બતાવ્યો જાદુ, જીત્યા 2 ગોલ્ડ મેડલ

  • હૈદરાબાદમાં 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન પાંચમી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે

હૈદરાબાદ, 10 ફેબ્રુઆરી: જો જીતવાનો જુસ્સો હોય તો ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. હરિયાણાના ચરખી દાદરીની રહેવાસી 107 વર્ષની દાદી રામબાઈએ પણ આવું જ કર્યું છે. ઉદાનપરી તરીકે પ્રખ્યાત દાદી રામબાઈ હાલમાં હૈદરાબાદના મેદાનમાં ધુમ મચાવી રહ્યા છે. વૃદ્ધ રમતવીર રામબાઈએ હૈદરાબાદમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં માત્ર ભાગ જ નથી લીધો, પરંતુ હરિયાણાનું પ્રતિનિધિત્વ કરીને 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા છે.

તે જ સમયે, રામબાઈની 65 વર્ષની પુત્રી સંત્રા દેવીએ પણ અલગ-અલગ ઈવેન્ટમાં ત્રણ મેડલ જીત્યા છે. હવે આગામી સમયમાં રામબાઈ વિદેશની ધરતી પર દોડ મુકે તો કોઈ નવાઈની વાત નહીં, કેમ કે રામબાઈએ પોતાનો પાસપોર્ટ પણ બનાવી લીધો છે અને તેઓ વિદેશની ધરતી પર ગોલ્ડ જીતીને દેશને ગૌરવ અપાવવા માંગે છે.

107 વર્ષીય દાદી ‘રામબાઈ’

દાદી રામબાઈએ 2 ગોલ્ડ મેડલ જીત્યા

હૈદરાબાદમાં 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન પાંચમી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના વિવિધ રાજ્યોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં ચરખી દાદરી જિલ્લાના કદમા ગામની રહેવાસી 107 વર્ષની એથ્લેટ રામબાઈએ 105 વર્ષથી ઉપરના વય જૂથમાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરીને ડિસ્કસ થ્રો અને શોટ-પુટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

1500 મીટરની દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો

રામબાઈની નાની પુત્રી 65 વર્ષીય સંત્રા દેવીએ 1500 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમજ શોટ પુટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને 5 કિલોમીટર વોકમાં સિલ્વર મેડલ જીત્યો છે. રામબાઈ 11મી ફેબ્રુઆરીએ 100 મીટરની સ્પ્રિન્ટ રેસમાં પણ ભાગ લેવાના છે. આ સ્પર્ધામાં રામબાઈની પૌત્રી શર્મિલા સાંગવાન પણ પોતાની પ્રતિભા બતાવશે.

અલવરમાં પણ સફળતા મળી

ઉદાનપરી દાદરીના નામથી જાણીતી રામબાઈની પૌત્રી શર્મિલા સાંગવાને જણાવ્યું કે તાજેતરમાં જ નાનીએ 6 અને 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના અલવરમાં આયોજિત ઓપન નેશનલ એથ્લેટિક્સ સ્પર્ધામાં પણ જીત હાંસલ કરી હતી. આ સ્પર્ધામાં તેણીએ 100 મીટર દોડ, શોટ પુટ અને ડિસ્કસ થ્રોમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો: ધોનીએ વ્યક્ત કરી પીડાઃ તમારી નિષ્ઠાથી ક્યારેક લોકો અસલામતી અનુભવતા હોય છે

Back to top button