ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં સલામતી માટે વધુ 106 AI આધારિત CCTV ગોઠવાશે

Text To Speech
  • નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે વધુ 300 સીસીટીવી લગાવ્યા
  • અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ટેન્ડર બહાર પાડવા પ્રક્રિયા હાથ ધરી
  • આ તમામ કેમેરા AIથી માણસનો ફોટોગ્રાફ કેપ્ચર થયા બાદ તેની ઓળખ મેળવવા કાર્યક્ષમ હશે

અમદાવાદમાં સલામતી સુદૃઢ બનાવવા માટે વધુ 106 AI સીસીટીવી લગાવવા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. રીંગ રોડ અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી જરૂરી હોય તેવા સ્થળોની યાદી ટ્રાફિક પોલીસે આપતા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ટેન્ડર બહાર પાડવા પ્રક્રિયા હાથ ધરી છે.

નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે વધુ 300 સીસીટીવી લગાવ્યા

ગંભીર ગુના ઉકેલવા માટે વર્ષ 2011થી એએમસી દ્વારા લગાવાયેલા 5400 સીસીટીવી ઉપરાંત સોસાયટીઓ, ઘર, દુકાનોના એક લાખ ખાનગી કેમેરાના ફૂટેજ ઉપયોગી બને છે. વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા તે પછી સીસીટીવીની જરૂરિયાત સમજાઈ હતી. અમદાવાદમાં પોલીસે પ્રથમ વખત વર્ષ 2011-12માં 82 લોકેશન ઉપર સીસીટીવી લગાવ્યા હતા. આ પછી વર્ષ 2017માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા 2117 સીસીટીવી લગાવીને આધુનિક કન્ટ્રોલ રૂમ શરુ કર્યો હતો. આ પછી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે વધુ 300 સીસીટીવી લગાવ્યા હતા.

આ તમામ કેમેરા AIથી માણસનો ફોટોગ્રાફ કેપ્ચર થયા બાદ તેની ઓળખ મેળવવા કાર્યક્ષમ હશે

બીઆરટીએસ રૂટ અને બસ સ્ટોપ ઉપરાંત રથયાત્રા રૂટ અને તાજિયાના રૂટ ઉપર સીસીટીવી છે. હાલમાં અમદાવાદમાં પોલીસ અને એએમસીના 5400 સીસીટીવીનું નેટવર્ક છે. આવનારા છ મહિનામાં શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને નવા વિકસેલા વિસ્તારોમાં વધુ 106 કેમેરા લગાવવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસે કરેલા સંયુક્ત આયોજનથી વિતેલા દશકામાં વિકાસ પામેલા વિસ્તારોમાં આ કેમેરા ગોઠવાશે. આ તમામ કેમેરા AIથી માણસનો ફોટોગ્રાફ કેપ્ચર થયા બાદ તેની ઓળખ મેળવવા કાર્યક્ષમ હશે.

આ પણ વાંચો: ભાવનગર શહેરના અલગ અલગ ત્રણ સ્થળોએ આગ લાગવાની ઘટના બની

Back to top button