ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

104 નોટ આઉટ : લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા માટે છે તૈયાર

સુરત: ચૂંટણીમાં મતદાતા એટલે કે પ્રજા ખરેખર રાજા જેવો દબદબો ભોગવે છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહન પણ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ શતાયુ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુક છે.

મતદાર-humdekhengenewsઆવા જ એક શતાયુ મતદાર છે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ચોર્યાસી સચિનમાં રહેતા ગંગાબેન બાબરીયા. 104 વર્ષના ગંગાબેન 168-ચોર્યાસી વિધાનસભા વિસ્તારના સૌથી વયોવૃદ્ધ મતદારોમાં સ્થાન ધરાવે છે. આ ચૂંટણીમાં તેઓ સપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવશે.

યુવાનોને પણ શરમાવે તેવા ઉત્સાહ સાથે સુરત જિલ્લાના 447 શતાયુ મતદારો ચૂંટણીમાં મતાધિકારનો કરશે ઉપયોગ 

લોકશાહીના મહાપર્વમાં યુવાનોને પણ શરમાવે તેવા ઉત્સાહ સાથે સુરત જિલ્લાના 447 શતાયુ મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર સુરત જિલ્લામાં 100 અથવા 100થી વધુની વયજૂથના 447 મતદારો છે, ત્યારે 104 વર્ષના ગંગાબેન અન્ય યુવા મતદારો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

મતદાર-humdekhengenews

168-ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં 104 વર્ષના ગંગાબેન વૃદ્ધાવસ્થામાં પણ લોકશાહીની ફરજ નિભાવશે

ગંગાબેન સચિનની શિવમ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમને ચાર દીકરીઓ અને ત્રણ દીકરાઓ છે. આ ત્રણ પુત્રોના કુલ ચાર પુત્રો એટલે કે તેમના ચાર પૌત્ર છે. આ ચાર પૌત્રને ઘરે પણ કુલ ત્રણ દીકરાઓ છે. આમ, ગંગાબેન ચોથી પેઢીએ પણ સ્વસ્થ છે. આગામી તા.1લી ડિસેમ્બરે મતદાન માટે ઉત્સાહી ગંગાબેન જણાવે છે કે, ભારત આઝાદ થયો ત્યારબાદ પ્રથમ વખત 1952માં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ચૂંટણી પંચે ચલચિત્રના માધ્યમથી લોકોને મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર કર્યા હતાં.

આ પણ વાંચો : ઉમેદવારીમાં નામ જાહેર થયું અને હાર્દિકને મળી મોટી રાહત

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે હું સાસરે હતી, ત્યારે મેં 34 વર્ષની ઉંમરે પ્રથમવાર મતદાન કર્યું હતું. આઝાદી પછીની પ્રથમ ચૂંટણીથી લઈ અત્યાર સુધીની લગભગ તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે એમ તેઓ ગર્વથી જણાવે છે.

મતદાર-humdekhengenews

મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. જો અમારી જેવા 100 વર્ષ વટાવી ચૂકેલા મતદારો મતદાન કરવા જઈ શકતા હોય તો પાંચ વર્ષમાં એક વાર આવતા આ લોકશાહીના ઉત્સવમાં યુવાનોએ સહભાગી થઈને અવશ્ય મતદાન કરવું જોઈએ એવો પણ પ્રેરક સંદેશ તેઓ આપે છે.

મતદાર-humdekhengenews

ગંગાબેન ઘરમાં હરહંમેશ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે. હાલ તેમને નખમાં ય રોગ નથી. તેઓ ઘરનું સાદું ભોજન ગ્રહણ કરે છે. વહેલા સુઈને વહેલા ઉઠવું અને માળા, પૂજાપાઠ કરવા એ તેમનો નિત્યક્રમ છે. વધુમાં તેમણે જણાવ્યું કે,મારી ૧૦૪ વર્ષની ઉંમર હોવા છતાં હું ચાલી શકું છું, મારી જરૂરિયાતના કામો જાતે કરી શકું છું.

 

વહુઓને ઘરકામમાં પણ થઈ શકે એટલી મદદ કરૂ છું. સખ્ત પરિશ્રમથી ખેતી, દેશી જીવનશૈલી, ગામડાનો શુદ્ધ અને સાત્વિક આહારથી આટલું લાંબુ જીવન જીવી રહી છે. ભગવાનના ભજન અને પ્રભુભક્તિથી મને નવું બળ મળી રહ્યું છું, અને સ્વસ્થ જીવન વિતાવી રહી છું. આ વર્ષે હું મારા દિકરાના દિકરા સાથે મતદાન કરવા જઈશ, તમે સૌ પણ મતદાન કરજો અને કરાવજો એમ પણ તેઓ સૌને શીખ આપતા જણાવે છે.

મતદાર-humdekhengenews

વૃદ્ધ મતદાતા સ્વગૃહે મતદાન કરી શકે છે

આ ચૂંટણીમાં 80 વર્ષથી 100 વર્ષની વયના વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત ધરાવતા વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં આવશે મતદાન કર્યા બાદ ઘરે પરત પણ મૂકવામાં આવશે.

આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા માટે મતદાન કેન્દ્ર સુધી ન આવી શકે તેમ હોય તેઓને ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે જશે, અને તેમની પાસે મતદાન કરાવશે. તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયાની વીડિયોગ્રાફી થશે. મતગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે, અને સમગ્ર મતદાન પ્રકિયા વયોવૃદ્ધ મતદારના ઘરે જ થશે.

આ પણ વાંચો : દિલ્હી MCD ચૂંટણી 2022: AAPએ ટિકિટ ન આપતા ટાવર પર ચડ્યા કાઉન્સિલર

Back to top button