- નાના બાળકો પણ મોટી સંખ્યામાં સ્વાઈન ફ્લૂમાં લપેટાયા
- સૌથી વધુ કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે
- વર્ષ 2022માં 2,174 કેસ સાથે 71નાં મોત થયાં હતાં
ગુજરાતમાં ત્રણ મહિનામાં સ્વાઈન ફ્લૂના 101 કેસ સામે આવ્યા છે. જેમાં એક દર્દીનું મૃત્યુ થયુ છે. સૌથી વધુ કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. જેમાં રાજ્યમાં વર્ષ 2022માં 2,174 કેસ સાથે 71નાં મોત થયાં હતાં. તથા નાના બાળકો પણ મોટી સંખ્યામાં સ્વાઈન ફ્લૂમાં લપેટાયા હતા. ગુજરાતમાં જાન્યુઆરીથી માર્ચ 2023 સુધીના ત્રણ મહિનામાં એચ1એન1 એટલે કે સ્વાઈન ફ્લૂના 101 કેસ નોંધાયા છે. જે પૈકી એક દર્દીનું મોત થયું છે. આ ત્રણ મહિનાના અરસામાં સ્વાઈન ફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. દેશમાં 1,616 કેસ સાથે 21 દર્દીનાં મોત નોંધાયા છે, તેમ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ કંટ્રોલના લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું છે.
સિઝનલ ફ્લૂ એટલે કે સ્વાઈન ફ્લૂના 101 કેસ નોંધાયા
ગુજરાતમાં સિઝનલ ફ્લૂ એટલે કે સ્વાઈન ફ્લૂના 101 કેસ નોંધાયા છે, જેમાં મોટા ભાગના કેસ અમદાવાદ શહેરમાં હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષ 2022માં ગુજરાતમાં 2,174 કેસ નોંધાયા હતા, જે પૈકી 71 દર્દીઓનાં મોત થયાં હતા. વર્ષ 2019માં 151 દર્દીએ દમ તોડયો હતો. છેલ્લા ત્રણ મહિનાના અરસામાં દેશમાં સૌથી વધુ 737 કેસ તામિલનાડુમાં નોંધાયા છે, જ્યાં બે દર્દીનાં મૃત્યુ થયા છે, બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 451 કેસની સાથે ત્રણ દર્દીનાં મોત જાહેર થયા છે.
નાના બાળકો પણ મોટી સંખ્યામાં સ્વાઈન ફ્લૂમાં લપેટાયા
કેરળમાં 139 કેસ સાથે સૌથી વધુ 9 દર્દીઓનાં મોત થયાં છે. ગુજરાતમાં અત્યારે મોટા ભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના એક્ટિવ કેસ નહિવત્ પ્રમાણમાં છે, ગત વર્ષ 2022માં અચાનક કેસ વધ્યા ત્યારે મોટા ભાગના દર્દીઓની સારવાર ઓક્સિજન સહારે થઈ હતી. નાના બાળકો પણ મોટી સંખ્યામાં સ્વાઈન ફ્લૂમાં લપેટાયા હતા.