ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

72 કિલો વજનની 1001 દીવાની આરતી બની આકર્ષણનું કેન્દ્ર

Text To Speech
  • વેજલપુર વિસ્તારના અસ્માકમ સોસાયટીના રહીશોએ ગાંધીનગરમાં વર્ષોથી નાગ આરતી કરતા એક સાધકને બોલાવ્યા હતા. આ આરતીમાં વ્યક્તિ પોતાના શરીર પર 1001 દીવડા લઇને ગરબે ઘૂમે છે. આ વ્યક્તિએ પોતાના શરીર પર ધારણ કરેલી આરતીનું વજન 72 કિલો જેટલું હતું.

અમદાવાદઃ શહેરમાં 1001 દીવાની નાગ આરતી આકર્ષણનું કેન્દ્ર બની છે. આટલા દીવાનું વજન ઊંચકવું એ પણ એક સાધના છે.
માતાજીની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે. લોકો મહાશક્તિની રંગમાં રંગાઇ ગયા છે. સોસાયટીઓમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને સવાર સાંજ આરતી થાય છે. આરતી બાદ ખેલૈયાઓ ગરબે ઘૂમતા હોય છે. નવરાત્રિના દિવસોમાં વિવિધ સોસાયટીઓ તરફથી અલગ અલગ પ્રકારના આકર્ષણો ઊભા કરવામાં આવે છે. આવું એક આકર્ષણ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા અસ્માકમ ફ્લેટના રહીશો દ્વારા ઊભુ કરાયું હતું.

વેજલપુર વિસ્તારના અસ્માકમ સોસાયટીના રહીશોએ ગાંધીનગરમાં વર્ષોથી નાગ આરતી કરતા એક સાધકને બોલાવ્યા હતા. આ આરતીમાં વ્યક્તિ પોતાના શરીર પર 1001 દીવડા લઇને ગરબે ઘૂમે છે. આ વ્યક્તિએ પોતાના શરીર પર ધારણ કરેલી આરતીનું વજન 72 કિલો જેટલું હતું. આ આરતી વેજલપુર વિસ્તારમાં ખરા અર્થમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. અસ્માકમ સોસાયટીની કમિટીએ આ આરતીનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચોઃ શરદ પૂર્ણિમા પર કયા ચાર શુભ યોગનો સંયોગ? જાણો શુભ મુહૂર્ત

Back to top button