ગુજરાતદક્ષિણ ગુજરાતબિઝનેસ

એક વર્ષ માટે નહીં પણ 25 વર્ષ સુધી રાહત મળે તેવી દિવાળી ભેટ, હીરા કંપનીનો નવતર પ્રયોગ

Text To Speech

સુરતની ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના કામ સાથે સંકળાયેલી ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા દિવાળીમાં કર્મચારીઓને દર વર્ષે કાર-ઘર સહિતની દિવાળી ભેટ આપવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે 1 હજાર કર્મચારીઓને સોલર રૂફટોપ પેનલ્સની ભેટમાં આપવામાં આવી છે. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

દિવાળીમાં કંપની તેના કર્મચારીઓને બોનસ કે કોઈ ભેટ આપતી હોય છે ત્યારે સુરતના હિરાના ઉધ્યોગ સાથે સંકળાયેલ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા કંપનીના 1 હજાર કર્મચારીઓને દિવાળી ગિફ્ટ રુપે સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપવામાં આવતા કર્મચારીમાં અતિ આનંદિત થઈ ગયા હતા. ત્યારે આ સોલાર પેનલ આપતા કર્મચારી 25 વર્ષ સુધી લાઈટબીલની કોઈ સમસ્યા જ નહીં રહે. કંપની દ્વારા કુલ 6 હજાર કર્મચારીઓમાંથી 1 હજાર કર્મારીઓને તેમના પરફોર્મન્સ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રૂફટોપ સોલાર ભેટમાં આપવામાં આવ્યા છે. જેથી આ કર્મચારીઓના ઘરનું લાઈટ બિલ શૂન્ય આવશે અને 25 વર્ષ સુધી તેમને લાઈટ બિલ પર કોઈ જાતનો ખર્ચ નહીં થાય.

SURAT- HUM DEKHENEGE NEWS
1 હજાર કર્મચારીઓને સોલર રૂફટોપ પેનલ્સની ભેટમાં આપવામાં આવી

કેમ સોલર પેનલની ગિફ્ટ આપી?

આ અંગે કંપની એક્સપોર્ટના ફાઉન્ડર તથા ચેરમેન ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, SRK કંપનીએ હંમેશા સમાજ અને પર્યાવરણને કંઈક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપત્ર અને સન્માનનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. આથી કંપનીને આગળ લાવનાર દરેક કર્મચારીને ભેટ રુપે સોલાર પેનાલ આપવામાં આવી હોવાનું જણાવ્યુ હતુ.

બોનસમાં અદભુત વસ્તુ મળતા કર્મચારીઓ ખુશ

કંપનીના કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે જો થોડા ઘણા રૂપિયા મળ્યા હોત કે, અન્ય વસ્તુ મળી હોત તો તે લાંબો સમય ના ટકી શકાત. પરંતુ, અમને જે આ દિવાળી બોનસ મળ્યું છે. તે લગભગ બે દાયકા સુધી ઉપયોગી સાબિત થશે અને અમારા ઘરના ખર્ચમાં એટલે કે, લાઈટ બિલનો ખર્ચ ઝીરો આવશે. જેથી આ બોનસને અમે તમામ બોનસ કરતા ઉત્તમ માનીએ છીએ. વળી પર્યાવરણને પણ અમારું આ બોનસ મદદરૂપ થશે.

આ અગાઉ પણ કર્મચારીઓને આપી છે મોટી ભેટ

ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા આ પહેલા કર્મચારીઓને ગાડી સહિતની અનેક મોંઘી ભેટ આપવામાં આવી હતી. જે બાદ પોતાના ગામમાં પણ સોલર પેનલ લગાવડાવી હતી. આ સાથે શહીદ પરિવારોને પણ સોલર પેનલ ગિફ્ટમાં આપી હતી.

આ પણ વાંચો: સુરતમાં બનશે રાજ્યની સૌથી ઊંચી કલેકટર કચેરી, અત્યાધુનિક સુવિધાથી સજ્જ

Back to top button