નવપંચમ રાજયોગ બાદ 100 વર્ષે બન્યો ત્રિકોણ રાજયોગઃ 3 રાશિને લાભ
- મંગળ હવે સિંહ રાશિમાં પ્રવેશી ચુક્યો છે
- સિંહ રાશિમાં પહેલેથી શુક્ર છે હાજર
- કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અનેક જાતકોને કરાવશે ફાયદો
મંગળ હવે સિંહ રાશિમાં આવી ચુક્યો છે. આ રાશિમાં પહેલેથી શુક્ર બેઠેલો છે. આવા સંજોગોમાં બંને ગ્રહો સાથે બેસવાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બની રહ્યો છે. તે ઘણા જાતકોની કુંડળીમાં બનશે. આ રાજયોગના કારણે જાતકને ભાગ્યનો સાથ મળશે. ભાગ્ય સાથ આપશે અને તમારા તમામ કામ થતા જશે. કુંડળીમાં જ્યારે 3 કેન્દ્ર ભાવ જેવા 4,7,10,3 ત્રિકોણ ભાવ જેવા 1,5,9 જ્યારે અરસપરસ જોડાય છે અથવા યુતિ બનાવે છે, રાશિ પરિવર્તન કરે છે ત્યારે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બને છે. આ રાજયોગ કેટલાક જાતક માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. નોકરી અને બિઝનેસમાં લાભ થાય છે. નવમપંચમ રાજયોગ ત્યારે થાય છે જ્યારે બે ગ્રહો વચ્ચેનું અંતર 120 ડિગ્રી હોય છે. આ પ્રકારે બે ગ્રહ જ્યારે મુળમાં આવે છે. જાણો આ રાજયોગના કારણે કઇ રાશિને લાભ થશે.
ધન રાશિ
આ રાશિના લોકોએ થોડુ સંયમમાં રહેવુ પડશે. વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી શકશે. આ સાથે આ જાતકો માટે ધનના નવા માર્ગ ખુલશે. ઇનકમ વધશે. તમારે વાણી પર કન્ટ્રોલ રાખવો પડશે. ધન સાથે જોડાયેલુ રોકાણ આ દરમિયાન થઇ શકે છે. શૈક્ષણિક કાર્યોનું સુખદ પરિણામ મળશે.
મેષ રાશિ
મેષ રાશિના લોકોએ થોડુ શાંત રહેવુ પડશે. તમારા જે કામ અટકેલા હતા, તે આ દરમિયાન પુરા થશે. તમને મહેનતનું ફળ મળશે. બની શકે કે તમને બહાર જવાનો અવસર પણ મળે.
સિહં રાશિ
સિંહ રાશિના લોકો માટે આ યોગ ખૂબ ખાસ છે. આ યોગના કારણે તમને બિઝનેસમાં ફાયદો થશે અને નોકરીમાં પ્રમોશન મળશે. તમારા ઘરમાં મંગલકાર્ય થઇ સકે છે. આ રાશિ પર જ આ યોગ બની રહ્યો છે. તેથી સિંહ રાશિના લોકોને સારો લાભ મળશે.
આ પણ વાંચોઃ મોંઘવારીએ માઝા મુકીઃ શાકભાજીના ભાવ કેમ પહોંચ્યા આસમાને?