બિઝનેસ

આગામી વર્ષના SGCCIના વિવનીટ પ્રદર્શન માટે 100 સ્ટોલ બુક થઇ ગયા, એડવાન્સ પેમેન્ટ પણ આપી દીધું

Text To Speech

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન– 2022’ને મળેલા જબરજસ્ત પ્રતિસાદને પગલે એકઝીબીટર્સે અત્યારથી જ આગામી વર્ષે યોજાનાર વિવનીટ પ્રદર્શન માટે એડવાન્સમાં બુકીંગ કરી દીધું છે.

આ પણ વાંચો : SGCCIનો ‘વિવનીટ એકઝીબીશન ’સુપર હીટ, એકઝીબીટર્સને આશરે રૂ.350 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો

SGCCI ના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, વિવનીટ એકઝીબીશનમાં સુરત શહેરના કાપડના વેપારીઓ તથા દેશ – વિદેશથી આવેલા મોટા ગજાના જેન્યુન બાયર્સે તમામ સ્ટોલની વિઝીટ લીધી હતી અને એકઝીબીટર્સને ઢગલાબંધ ઓર્ડર આપ્યા હતા. જેને કારણે ચેમ્બર દ્વારા આગામી વર્ષે યોજાનારા વિવનીટ પ્રદર્શન માટે અત્યારથી જ એડવાન્સ બુકીંગ એકઝીબીટર્સ દ્વારા નોંધાવવામાં આવ્યું હતું.

SGCCI Wave Knitt 2022

તેમણે કહયું કે, વિવનીટ પ્રદર્શનના સમાપનમાં એક દિવસનો સમય બાકી હતો ત્યાં તો એકઝીબીટર્સે ફટાફટ આવતા વર્ષ માટે સ્ટોલ બુક કરાવવાનું શરૂ કરી દીધું હતું. સોમવારે સાંજે પ્રદર્શન પૂર્ણ થયું ત્યાં સુધીમાં ૧૦૦ જેટલા સ્ટોલ બુક થઇ ગયા હતા અને એડવાન્સમાં ચેક દ્વારા પેમેન્ટ પણ એકઝીબીટર્સ દ્વારા કરી દેવામાં આવ્યું હતું. આ બાબત દર્શાવે છે કે વિવનીટ પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સને કેટલો જબરજસ્ત પ્રતિસાદ અને બિઝનેસ મળ્યો છે.

વિવનીટ પ્રદર્શનના એડવાઇઝર મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, રવિવારે અને સોમવારે ભર વરસાદમાં પણ વિઝીટર્સનો પ્રદર્શનમાં ધસારો અવિરત રહયો હતો. પ્રદર્શનમાં ભાગ લેનારા સુરતના વિવર્સ અને નીટર્સને બાયર્સ તરફથી મળેલા જબરજસ્ત પ્રતિસાદને કારણે કેટલાક એકઝીબીટર્સે ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા સમક્ષ દર ચાર મહિને વિવનીટ પ્રદર્શનનું આયોજન કરવાની માંગ કરી હતી.

Back to top button