ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

એક કેળાના 100 રૂપિયા!! હૈદરાબાદમાં વિદેશી ટૂરિસ્ટ પાસેથી પૈસા ખંખેરવાનો વીડિયો વાયરલ

હૈદરાબાદ, 19 જાન્યુઆરી : ભારતમાં ‘અતિથિ દેવો ભવ’ની પરંપરા રહી છે, પરંતુ તાજેતરમાં એક વાયરલ વીડિયોમાં તેનાથી વિપરીત ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હૈદરાબાદનો એક સ્ટ્રીટ વેન્ડર એક વિદેશી પર્યટકને કેળા માટે 100 રૂપિયા માંગતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

સ્કોટલેન્ડના પ્રખ્યાત પ્રવાસી અને કન્ટેન્ટ સર્જક હ્યુ આ દિવસોમાં ભારતની મુલાકાતે છે. તે આ સ્થળની વિવિધતા અને સંસ્કૃતિને નજીકથી જાણવા અને અન્વેષણ કરવામાં વ્યસ્ત છે. તેમની સફર દરમિયાન હ્યુએ વડાપાવ, પાવ ભાજી, જલેબી જેવી ઘણી ભારતીય વાનગીઓનો સ્વાદ ચાખ્યો અને તેમની ખાસ શૈલીમાં તેનું રેટિંગ પણ આપ્યું હતું.

હાલમાં જ હ્યુગે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે હૈદરાબાદના એક સ્ટ્રીટ વેન્ડર સાથે વાત કરતો જોઈ શકાય છે જે કેળા વેચી રહ્યો હતો. જ્યારે હ્યુગે તેને કેળાની કિંમત પૂછી તો ગાડીના માલિકે તેને એક કેળાની કિંમત 100 રૂપિયા જણાવી. આ સાંભળીને હ્યુને આશ્ચર્ય થયું હતું. તેણે વારંવાર કિંમતની પુષ્ટિ કરી, પરંતુ વિક્રેતાનો જવાબ દર વખતે એક જ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hugh Abroad (@hugh.abroad)

વાયરલ વીડિયો

હ્યુએ તેની તૂટેલી હિન્દીમાં શેરી વિક્રેતાઓ સાથે વાત કરી અને મોટાભાગના લોકોએ તેની પાસેથી યોગ્ય કિંમત વસૂલ કરી હતી. કેટલાકે તેને મફતમાં વસ્તુઓ પણ ઓફર કરી હતી. પરંતુ આ વાયરલ વીડિયોમાં જ્યારે તેને સમજાયું કે કેળા વેચનાર તેની પાસેથી વધુ પૈસા માંગી રહ્યો છે ત્યારે તે કેળા લીધા વગર જ ચાલ્યો ગયો હતો.

લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી

આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. કોઈએ કહ્યું કે કાર્ટ માલિકે ‘GST’ એટલે કે ‘ગોરા સર્વિસ ટેક્સ’ લગાવ્યો છે. કેટલાકે એમ પણ લખ્યું હતું કે વિદેશી પ્રવાસીઓનો લાભ લેવાનું આ એક સામાન્ય વલણ છે, જે ભારતની છબીને કલંકિત કરે છે.

જામા મસ્જિદથી લાલ કિલ્લા સુધીનું ભાડું 6000 રૂપિયા!

જો કે, આ પહેલો કિસ્સો નથી જ્યારે કોઈ વિદેશી પ્રવાસીને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. અગાઉ સિંગાપોરની ટ્રાવેલ વ્લોગર સિલ્વિયા ચાને પણ આવો જ અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે એક રિક્ષા ચાલકે તેની પાસે જામા મસ્જિદથી લાલ કિલ્લા સુધીની મુસાફરી માટે 6000 રૂપિયાનું ભાડું માંગ્યું હતું. સિલ્વિયા આ સાંભળીને ચોંકી ગઈ અને તેણે આ ઘટનાને તેના ફોલોઅર્સ સાથે શેર કરી હતી.

આ પણ વાંચો :- ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જસપ્રીત બુમરાહ ફિટ થઈ જશે? ફાસ્ટ બોલર અંગે આવ્યું આ અપડેટ

Back to top button