ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

‘બધાને મારી નખાશે’, રાજસ્થાનની 100 હોસ્પિટલોને બોમ્બથી ઉડાડવાની ધમકી; મેઇલ મોકલ્યો

રાજસ્થાન- 18 ઓગસ્ટ : રાજસ્થાનમાં 100 હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેમાં રાજધાની જયપુરની બે હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ બે મોનિલેક અને સીકે ​​બિરલા હોસ્પિટલ છે. મેઇલમાં લખવામાં આવ્યું છે કે, “હૉસ્પિટલમાં દરેકને મારી નાખવામાં આવશે”. ધમકીભર્યો મેલ મળ્યા બાદ રાજસ્થાન એટીએસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ મોનિલેક અને સીકે ​​બિરલા હોસ્પિટલ પહોંચી હતી. બંને ટીમોએ તપાસ કરી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જયપુરના એડિશનલ કમિશનર કુંવર રાષ્ટ્રદીપે કહ્યું કે આઈપી એડ્રેસ પરથી મેઇલ કરનાર વ્યક્તિને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

હોસ્પિટલોમાં બોમ્બ હોવાની માહિતી સૌપ્રથમ રાજધાની જયપુરની મોનિલેક અને સીકે ​​બિરલા હોસ્પિટલમાંથી મળી હતી. પોલીસને આ બંને હોસ્પિટલોમાંથી ફોન આવ્યો હતો કે હોસ્પિટલના ઓફિશિયલ મેઇલ પર બોમ્બ બ્લાસ્ટનો ધમકીભર્યો મેલ આવ્યો છે. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ઉપરાંત એટીએસ અને બોમ્બ સ્કવોડની ટીમોને પણ બોલાવવામાં આવી હતી. ટીમે સૌપ્રથમ હોસ્પિટલના દરેક ખૂણે તપાસ કરવાનું શરૂ કર્યું, પરંતુ લાંબા સમય સુધી તપાસ કર્યા પછી પણ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

શું લખ્યું હતું ધમકીભર્યા મેઇલમાં?
આ પછી ATSની ટીમે ધમકીભર્યો મેઇલ વાંચ્યો, જેમાં લખ્યું હતું કે, “મેં હોસ્પિટલની બિલ્ડિંગમાં બોમ્બ મૂક્યો છે. બોમ્બ હોસ્પિટલના બેડની અંદર અને બાથરૂમમાં છુપાવવામાં આવ્યો છે. હોસ્પિટલ બિલ્ડિંગની અંદર જે પણ હશે તેને મારી નાખવામાં આવશે. કોઈ છટકી શકશે નહીં. તમે કોઈને બચાવી શકશો નહીં. તમે બધા લોહીના તળાવમાં સમાઈ જશો. તમે મૃત્યુ સિવાય કશું મેળવવાના લાયક નહિ રહો.”

એક જ પ્રકારનો મેલ 100 હોસ્પિટલોને મોકલવામાં આવ્યો છે
દરમિયાન એટીએસને માહિતી મળી કે આ મેઈલ માત્ર મોનિલેક અને સીકે ​​બિરલા હોસ્પિટલને જ નથી આવ્યો. આ બંને હોસ્પિટલ સહિત રાજસ્થાનના જુદા જુદા જિલ્લાઓમાં સ્થિત 100 હોસ્પિટલોને મેઇલ કરવામાં આવ્યો છે. એટીએસને આ વાતની જાણ થતાં જ તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. તમામ જિલ્લાઓને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. સદનસીબે તપાસ દરમિયાન કોઈપણ હોસ્પિટલમાંથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી ન હતી. જયપુરના એડિશનલ કમિશનર કુંવર રાષ્ટ્રદીપે કહ્યું કે આઈપી એડ્રેસ પરથી મેઈલ કરનાર વ્યક્તિને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : દેશમાં 2030 સુધી એક લાખ કંપની સેક્રેટરીની જરૂરિયાત : ICSI

Back to top button