ગુજરાતટોપ ન્યૂઝ

અંબાજીમાં માતાજીની 100 ફૂટ ઊંચી અને 80 ફૂટ પહોળી લાઈટવાળી વિરાટ પ્રતિમા બનાવાશે

Text To Speech
  • અંબાજી માતાની 100 ફૂટ ઊંચી અને 80 ફૂટ પહોળી રંગીન એલઈડી
  • સ્ટ્રક્ચર ઊભું કરવા રૂ.10 કરોડની જોગવાઈનું આયોજન છે
  • ગબ્બર સર્કલ પહેલા ઊંચાણ ઉપર નવી જગ્યા ફાળવાઈ

ગબ્બર ઉપર અંબાજી માતાનું વિરાટ LED લાઈટિંગ સ્ટ્રક્ચર ઊભું કરાશે. જેમાં ગુજરાત સરકાર નવા બજેટમાં રૂ. 10 કરોડ ફાળવશે. સદર પ્રોજેક્ટના ખર્ચમાં થોડા કરોડોનો વધારો થવાનો અંદાજ છે. નિષ્ણાત સ્ટ્રક્ચર એન્જિનિયરોનો અભિપ્રાય લેવાનું પણ વિચારાયું છે.

આ પણ વાંચો: વેસ્ટર્ન ડિટર્બન્સ સક્રિય થતા ગુજરાતની ઠંડીમાં જોવા મળશે ફેરફાર

સ્ટ્રક્ચર ઊભું કરવા રૂ.10 કરોડની જોગવાઈનું આયોજન છે

ગુજરાત સરકાર અંબાજી માતાના મંદિર પાસે સર્કિટ હાઉસની પાછળના ભાગે ગબ્બર સર્કલ પહેલાં અંબાજી માતાનું કદાવર એલઈડી લાઈટવાળું સ્ટ્રકચર ઊભું કરી રહી છે. બીજી ફેબ્રુઆરીએ જાહેર થનારા રાજ્ય સરકારના વર્ષ 2024-25ના બજેટમાં આ પ્રોજેક્ટની જાહેરાત થવાની સંભાવના છે, જેને માટે રૂ.10 કરોડની જોગવાઈનું આયોજન છે. જો કે, સદર પ્રોજેક્ટના ખર્ચમાં થોડા કરોડોનો વધારો થવાનો અંદાજ છે.

અંબાજી માતાની 100 ફૂટ ઊંચી અને 80 ફૂટ પહોળી રંગીન એલઈડી

અંબાજી માતાની 100 ફૂટ ઊંચી અને 80 ફૂટ પહોળી રંગીન એલઈડી લાઈટવાળી વિરાટ પ્રતિમા ઊભી કરવાનો આ પ્રોજેક્ટ અગાઉ સર્કિટ હાઉસની બાજુમાં વિચારાયો હતો, પણ હવે કહે છે કે, સર્કિટ હાઉસની પાછળના ભાગે અને ગબ્બર સર્કલ પહેલા ઊંચાણ ઉપર નવી જગ્યા ફાળવાઈ છે. અંબાજી માતાના ભક્તો ઘણે દૂરથી આ પ્રતિમા નિહાળી શકે તે માટે થઈ રહેલા આ આયોજનમાં પવનના ઝંઝાવાત કે ધરતીકંપના આંચકામાં પણ સ્ટ્રક્ચરને કોઈ અસર ના થાય તેની પણ કહે છે કે, કાળજી લેવાઈ રહી છે.

અંબાજી માતાનું વિરાટ લાઈટિંગ સ્ટ્રક્ચર

નિષ્ણાત સ્ટ્રક્ચર એન્જિનિયરોનો અભિપ્રાય લેવાનું પણ વિચારાયું છે. સૂત્રો એવું કહે છે કે, ગુજરાતને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માટે કેવડિયાના યુનિટી સ્ટેચ્યૂ બાદ સૌરાષ્ટ્રમાં સાસણ ગીર-સોમનાથ મંદિર-દ્વારકા મંદિર સર્કિટ, કચ્છમાં ધોરડોથી ધોળાવીરા સર્કિટ અને ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર – ધરોઈ ડેમ સર્કિટ-એમ ત્રણે ઝોન સર્કિટ્સમાં વધુને વધુ પ્રવાસીઓ ખેંચી લાવવાના મિશનને કેન્દ્રમાં રાખી આયોજન થઈ રહ્યું છે અને અંબાજી માતાનું વિરાટ લાઈટિંગ સ્ટ્રક્ચર ખડું કરવાનો પ્રોજેક્ટ આના જ ભાગરૂપ હાથ ધરાઈ રહ્યો છે.

Back to top button