વડોદરામાં ભૂ-માફિયાઓને હાઇકોર્ટમાંથી રાહત મળી નથી. જેમાં હાઇકોર્ટના આદેશ બાદ વ્હાઇટ હાઉસને તોડવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવશે. શહેરના વાઘોડિયા રોડ પર ડી માર્ટની પાછળ આવેલી આશરે 100 કરોડની સરકારી જમીન પર ભૂ-માફિયા સંજયસિંહ પરમાર અને તેના મળતીયાઓએ લક્ષ્મી હાઉસ નામનો વ્હાઇટ હાઉસ વાઈટ હાઉસથી ઓળખાતો વૈભવી બંગલો બનાવી દીધો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: સંચાલકો દ્વારા AMTSને વધુ ખર્ચના ખાડામાં ઉત્તારાવાના પ્રયાસો શરૂ
ક્રાઈમ બ્રાન્ચમાં લેન્ડગ્રેબીગની ફરિયાદ દાખલ થઈ
ઉપરાંત રહેણાંક મકાનની સ્કીમ પણ મૂકી બુકિંગ પેટે એડવાન્સમાં નાણા પણ ઉઘરાવી લીધા હતા. આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં લેન્ડગ્રેબીગની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં સંજયસિંહ સહિતના ભૂ-માફિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આજે કલેકટરના આદેશથી પાલિકાનું બુલડોઝર વ્હાઇટ હાઉસ પર તથા રહેણાંક મકાનની સ્કીમ પર ફર્યું હતું.
આ પણ વાંચો: વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષય: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
વ્હાઈટ હાઉસ સહિતના દબાણો તોડવાની કામગીરી પાલિકાએ શરૂ કરી
આ કામગીરી ચાલતી હતી, ત્યારે જ બપોરના અઢી વાગ્યા સુધી હાઇકોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કરતા તોડફોડની કામગીરી સ્થગીત કરી દેવામાં આવી હતી. અઢી વાગ્યા બાદ હાઇકોર્ટમાં આ બાબતે સુનવણી હાથ ધરાતા હાઇકોર્ટે ભૂ-માફિયાઓને રક્ષણ આપવાનો ઇન્કાર કરી ગેરકાયદે દબાણ તોડવા આદેશ કર્યો હતો. જેને લઈ ફરી વ્હાઈટ હાઉસ સહિતના દબાણો તોડવાની કામગીરી પાલિકાએ શરૂ કરી છે.