ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપ સાંસદ મેનકા ગાંધીને 100 કરોડના માનહાની કેસની નોટિસ

  • ઇસ્કોન પર કરેલો આક્ષેપ ભાજપના સાંસદ મેનકા ગાંધીને પડયો ભારે
  • મેનકા ગાંધીને ઇસ્કોન સંસ્થાએ 100 કરોડની માનહાનીની નોટીસ ફટકારી
  • ઇસ્કોનની ગૌશાળામાંથી કસાઈઓને ગાયો વેચવાનો કર્યો હતો ગંભીર આક્ષેપ

નવી દિલ્હી : ભાજપના સાંસદ મેનકા ગાંધીને ઇસ્કોન સંસ્થા પર કરેલો આક્ષેપ ભારે પડયો છે. જેમાં મેનકા ગાંધી દ્વારા ઇસ્કોનની ગૌશાળામાંથી કસાઈઓને ગાયો વેચવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલામાં હવે સંસ્થા તરફથી જવાબી એક્શન લેવામાં આવ્યો છે. જેમાં ઇસ્કોન સંસ્થાએ શુક્રવારે(29 સપ્ટેમ્બરે) મેનકા ગાંધીને 100 કરોડની માનહાનિની નોટિસ ફટકારી છે.

ઈસ્કોન સંસ્થા તરફથી આરોપને નિરાધાર કહી ફટકારાઇ 100 કરોડની નોટીસ

100 કરોડની નોટીસ ફટકારવા બાબતે ઈસ્કોન સંસ્થા તરફથી કહેવામાં આવ્યું છે કે, “અમારા ભક્તો, સમર્થકો અને શુભચિંતકોના વિશ્વવ્યાપી સમુદાયે આ અપમાનજનક, નિંદનીય અને દુર્ભાવનાપૂર્ણ આરોપથી ખૂબ જ દુ:ખી થયા છે. અમે ઈસ્કોન વિરુદ્ધ થયેલા ભ્રામક પ્રચાર અંગે ન્યાયની શોધમાં કોઈ કમી રહેવા દઈશું નહીં. મેનકા ગાંધીની ટિપ્પણી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતી. જેથી તેની(મેનકા ગાંધી) સામે 100 કરોડ રૂપિયાની માનહાનિની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે તેને આજે નોટિસ મોકલી છે. એક વખત કેન્દ્રીય મંત્રી બની ગયેલા સાંસદ આટલા મોટા સમાજ સામે કોઈ પુરાવા વિના જૂઠું કઈ રીતે બોલી શકે?”

એવું તે શું કહ્યું ભાજપના સાંસદે કે 100 કરોડની માનહાનીની મળી નોટીસ?

ભાજપ સાંસદ મેનકા ગાંધીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કહ્યું હતું કે, ઈસ્કોન સંસ્થા સૌથી મોટી ફ્રોડ છે. આ લોકો ગૌશાળાની દેખરેખ કરે છે અને સરકાર તેમને દરેક રીતે મદદ આપે છે. જેમાં જમીન પણ સામેલ છે. તેમ છતાં જે ગાય દૂધ નથી આપતી, તેને કસાઈના હવાલે કરી દેવામાં આવે છે. વધુમાં મેનકા ગાંધીએ આંધ્ર પ્રદેશના અનંતપુરમાં આવેલી ઈસ્કોન સંસ્થાની એક ગૌશાળાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, એક વાર હું ત્યાં ગઈ હતી. આખી ગૌશાળામાં એક પણ ગાય એવી નથી, જે દૂધ ન આપતી હોય. કોઈ વાછરડું પણ મળ્યું નહીં. તેનો અર્થ સ્પષ્ટ છે કે, આ લોકો દૂધ ન આપતી ગાયો અને વાછરડાને વેચી દે છે. આ લોકો રસ્તા પર હરે રામ, હરે કૃષ્ણા ગાતા ફરે છે અને કહે છે કે, અમારુ આખું જીવન દૂધ પર નિર્ભર છે. સંભવત: કસાઈઓના હાથે જેટલી ગાયો તેમણે વેચી છે, એટલી કોઈએ નથી વેચી.\

આ પણ જુઓ: ICC World Cup 2023: વર્લ્ડ ચેમ્પિયન બનવાનો સૌથી મોટો દાવેદાર કોણ છે?

Back to top button