નામ બદલીને સંબંધ બાંધવા પર 10 વર્ષની સજા, જાણો નવા કાયદા વિશે અમિત શાહે શું કહ્યું…
મહિલાનું નામ બદલીને તેનું સાથે જો સેક્સ કરે તો તેને ગુનો ગણવામાં આવશે. નવા કાયદા વિશે અમિત શાહે પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.ભારતીય ન્યાય સંહિતા 2023ના પ્રસ્તાવિત કાયદાના પાંચમા ભાગની કલમ 69માં આવા અપરાધનો ઉલ્લેખ છે. આ કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નામ બદલી મહિલા જોડે બળજબરી વ્યવહાર કરવું એ ગુનો છે. આવા ગુનાઓને રોકવા માટે સરકારે નવા કાયદામાં 10 વર્ષની કેદની સાથે દંડની જોગવાઈ કરી છે.
બળાત્કારના કેસમાં પણ બે રીતે ફરિયાદો આવતી હતી. પ્રથમ- ખોટી લાલચ આપીને જાતીય શોષણ, બીજું- બળજબરી. સામાન્ય રીતે, જાતીય શોષણના કિસ્સામાં, પોલીસ IPCની કલમ 375 અને 376 હેઠળ કેસ નોંધતી હતી, જે બળાત્કારના કેસોમાં લાગુ પડે છે.આવી સ્થિતિમાં ન્યાય પ્રક્રિયા અને સજાનો નિર્ણય કરતી વખતે કોર્ટમાં સમસ્યા સર્જાઈ હતી. આ જ કારણ છે કે હવે મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલા આ કાયદાને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજસ્થાન : રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહની ગોળી મારીને હત્યાનો પ્રયાસ, આરોપીની ધરપકડ
પહેલો ભાગ એટલે કે ખોટી લાલચ આપીને યૌન શોષણનો મામલો હવે નવા કાયદાની કલમ 69માં સામેલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, બીજો ભાગ એટલે કે બળજબરીથી સંબંધ અથવા બળાત્કારને કલમ 63માં રાખવામાં આવ્યો છે.કલમ 69 હેઠળ નામ બદલીને અથવા ખોટું બોલીને સેક્સ કરવું ગુનો માનવામાં આવે છે. આ અંતર્ગત અલગથી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ભારતમાં બળાત્કાર સંબંધિત કાયદા
નામ બદલીને સંબંધ બાંધવા પર 10 વર્ષની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આઈપીસીની કલમ 375 મુજબ કોઈ પુરુષ દ્વારા મહિલા સાથે બળજબરીપૂર્વક સેક્સ કરવું એ બળાત્કાર માનવામાં આવે છે. IPCની કલમ 375 બળાત્કારને વ્યાખ્યાયિત કરવા માટે 6 કારણો આપે છે. સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સેક્સ કરવું,તેની સંમતિ વિના સેક્સ કરવું.સ્ત્રીને તેના જીવના ડરમાં મૂકીને સેક્સ કરવા માટે સ્ત્રી અથવા તેની નજીકની કોઈ વ્યક્તિની સંમતિ મેળવવી.જ્યારે પુરુષને ખબર પડે કે તે સ્ત્રીનો પતિ નથી અને સ્ત્રીએ પુરુષને તેના પતિ તરીકે સંમતિ આપી છે.જ્યારે સંમતિ આપતી વખતે સ્ત્રીનું મગજ સ્વસ્થ ન હોય, નશામાં હોય અથવા કોઈ નશાની દવા લીધી હોય.16 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે, તેની સંમતિ સાથે અથવા સંમતિ વગર સંબંધ બાંધવા રેપ છે.
આ પણ વાંચો : બિહારના કટિહારમાં PFIના ઠેકાણા પર NIA ના દરોડા : એક શંકાસ્પદ શખસની કરાઈ પુછપરછ