ગુજરાતસ્પોર્ટસ

મલ્લખામ્બ રમતમાં 10 વર્ષના શૌર્યજીત ખેરેનું અદ્દભુત પ્રદર્શન

Text To Speech

હાલમાં ગુજરાતમાં 36 મી નેશનલ ગેમ્સ ચાલી રહી છે. જેમાં અનેક ખેલાડીઓ પોતાના કરતબ બતાવી શક્તિ પ્રદર્શન અને આવડતનો પરિચય આપી રહ્યા છે. ત્યારે ગુજરાતના 10 વર્ષના શૌર્યજીત ખેરેએ મલ્લખામ્બ રમતમાં પોતાનું કરતબ બતાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કરતબ માટે તેને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

 Sauryajit Kheire Image Hum Dekhenge
Sauryajit Kheire Image Hum Dekhenge

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યા

10 વર્ષ શૌર્યજીત ખેરેના મલ્લખામ્બ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જ્યારે રાજ્યભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર તેનો વીડિયો મુક્યા બાદ અભિનંદન આપ્યા હતા અને તેના ખેલની પ્રશંસા કરી હતી.

Back to top button