આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાકિસ્તાનમાં 10 વર્ષની હિન્દુ છોકરીનું અપહરણ, ધર્મ પરિવર્તન કરાવી આધેડ સાથે કરાવ્યા નિકાહ

  • સિંધ પ્રાંતના ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ સમુદાયની સગીર હિન્દુ છોકરીઓના અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને લગ્ન એ મુખ્ય સમસ્યા

કરાચી, 21 નવેમ્બર: પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનના કિસ્સાઓ અટકી રહ્યા નથી. તાજેતરનો વધુ એક કિસ્સો દક્ષિણ સિંધ પ્રાંતમાંથી બહાર આવ્યો છે જ્યાં એક 10 વર્ષની હિન્દુ છોકરીના 50 વર્ષના આધેડ મુસ્લિમ વ્યક્તિ સાથે બળજબરીથી નિકાહ કરવામાં આવી રહ્યા હતા. જોકે અધિકારીઓએ તેણીને બચાવી લીધી હતી. આ બાળકીનું ગયા અઠવાડિયે મીરપુરખાસના કોટ ગુલામ મુહમ્મદ ગામમાં તેના ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીને સિરહંડી એર સમારો મદરેસામાં લઈ જવામાં આવી હતી. અહીં તેણીનું બળજબરીથી ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરીને આધેડ સાથે નિકાહ કરવામાં આવી રહ્યા હતા.

સિંધ પ્રાંતના ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ સમુદાયની સગીર હિન્દુ છોકરીઓના અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને લગ્ન એ મુખ્ય સમસ્યા છે. પાકિસ્તાન દરાવર ઇત્તેહાદ (અલ્પસંખ્યકોના અધિકારો માટે રચાયેલ NGO) ના પ્રમુખ શિવા કાછીના જણાવ્યા અનુસાર, એક અન્ય કેસમાં સંઘરમાં એક 15 વર્ષની હિન્દુ છોકરીના 50 વર્ષના આધેડ મુસ્લિમ વ્યક્તિ સાથે બળજબરીથી નિકાહ કરવામાં આવ્યા હતા. , જેની હજુ સુધી  તપાસ થઈ શકી નથી.

બાળકીનું ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું!

શિવાએ બુધવારે કહ્યું કે, “કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓની મિલીભગતથી નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે અને જ્યારે પીડિતાના માતા-પિતા/વકીલ કોર્ટમાં કેસ લઈ જાય છે ત્યારે તેને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવે છે.” તેમણે કહ્યું કે, ગત સપ્તાહે મીરપુરખાસના કોટ ગુલામ મુહમ્મદ ગામમાં એક 10 વર્ષની બાળકીને તેના ઘરની બહારથી અપહરણ કરવામાં આવી હતી અને તેને સિરહંડી એર સમારો મદરેસામાં લઈ જવામાં આવી હતી. તેણીને ઈસ્લામ કબૂલ કરાવ્યા બાદ તેના નિકાહ શાહિદ તાલપુર સાથે કરાવી દેવામાં આવ્યા.

પોલીસે ઘરે પરત મોકલી

પરિવારે વિસ્તારના અધિકારીઓ અને SSP પોલીસ અનવર અલી તાલપુર સમક્ષ મામલો ઉઠાવ્યો અને બાળકીને પરત મેળવીને તેના ઘરે પરત મોકલી દેવામાં આવી. તેમણે કહ્યું કે,”બીજી છોકરી ગયા રવિવારથી ગુમ છે અને તેના અપહરણકર્તાઓએ નકલી લગ્ન અને ધર્મ પરિવર્તન પ્રમાણપત્રો તૈયાર કર્યા છે જે બતાવવા માટે કે તે 20 વર્ષની છે અને તેણે બધું પોતાની મરજીથી કર્યું છે.”

આ પણ જૂઓ: ‘પાકિસ્તાનથી માછીમારોને બચાવી લો…’ CM સ્ટાલિને વિદેશમંત્રી જયશંકરને પત્ર લખીને કરી વિનંતી

Back to top button