ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાંથી 20 દિવસમાં 10 સાપ, 12 ઘો મળી

Text To Speech
  • એક શિયાળને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યુ
  • ગરમીના કારણે સરીસૃપો જમીનમા દરમાં જ પુરાવા મજબૂર
  • જિલ્લામાં મે મહિનામા 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું

ગુજરાતના મહેસાણા શહેરમાં આકાશી અગનવર્ષાથી લોકો તૌબા પોકારી ઉઠયા છે. તો પશુ પક્ષી પણ પરેશાન બન્યા છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે સરીસૃપો જમીનમા દર માજ પુરાવા માટે મજબુર બન્યા છે. કારણ કે ગત વર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોય દરમાંથી સાપ નીકળવાના બનાવો ઘટયા છે.

આ પણ વાંચો: ગુજરાતનાં જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો, આ શહેરમાં જળ સંકટ આવશે 

ગરમીના કારણે સરીસૃપો જમીનમા દરમાં જ પુરાવા મજબૂર

મહેસાણા શહેર સહિત જિલ્લામાં મે મહિનામા 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું છે. આકરા તાપમાન પગલે શહેરી વિસ્તારમા લોકો ગરમીથી ભારે ત્રસ્ત બન્યા છે. તો બીજી તરફ્ પશુ પક્ષી પણ તૌબા પોકારી ઉઠયા છે. તેમજ ઠંડક તેમજ પાણીની શોધ કરતા નજરે પડી રહ્યા છે. જયારે જમીનમા દર બનાવીને રહેતા સરીસૃપ જેવા કે સાપ, ઘો સહીત સરીસૃપ પણ આકરી ગરમીથી તૌબા પોકારી ઉઠયા છે. જમીન પર આકારો તાપ પડી રહ્યો હોય સરીસૃપો દરની અંદર રહેવાનું જ વધુ પસંદ કરી રહ્યા છે. શહેરમાં તા.1લી મેથી 24મી મે દરમિયાન 10 સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તો 12 ઘો પણ રેસ્ક્યુ કરાઈ હતી. આ તમામ સરીસૃપો મોટાભાગે રહેણાંક વિસ્તારમાં નીકળ્યા હતા.

એક શિયાળને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યુ

આ અંગે સેવ સ્નેક સેવ લાઈફ્ના મુકેશભાઈ જાનીના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસ ઉપરાંતના સમય ગાળા દરમિયાન 10 સાપ અને 12 ઘો જેમાં ખાસ કરીને પાટલા ઘો રેસ્ક્યુ કરવામાં આવી હતી. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે સાપ અને ઘો નીકળવાના કોલમા 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. 20 દિવસ દરમિયાન એક શિયાળને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.

Back to top button