ચૂંટણી પહેલા પાકિસ્તાન ભડકે બળ્યું, આતંકવાદી હુમલામાં 10 પોલીસકર્મીઓનાં મૃત્યુ
ઇસ્લામાબાદ (પાકિસ્તાન), 05 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. બલૂચિસ્તાનમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર વિસ્ફોટની આગ હજુ શમી નહોતી ત્યાં ફરી એકવાર આતંકવાદીઓએ પાકિસ્તાનમાં આતંક ફેલાવ્યો છે. ચૂંટણી પહેલા આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન શહેરના પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારી અનીસુલ હસનના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં દસ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા, જેમની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
⚠️Visuals⚠️
In a major midnight attack on Pakistan Police force in disputed KPK province, 10 Pakistani Police commandos have been killed and 10 injured in a sniper raid by rebels in Chaudhwan police stationhttps://t.co/qqkzyLCOrL
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 5, 2024
આતંકવાદી હુમલામાં 10 પોલીસ જવાનો શહીદ થયા
અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન અજાણ્યા આતંકવાદીઓએ પહેલા સ્નાઈપર ગોળી ચલાવી અને પછી ચૌધવન પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. આ દરમિયાન ત્યાં હાજર પોલીસકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો અને હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં સ્વાબીના ચુનંદા પોલીસ યુનિટના 6 પોલીસકર્મીઓ સામેલ હતા, જેઓ ચૂંટણી દરમિયાન સ્થાનિક પોલીસની મદદ માટે વિસ્તારમાં તૈનાત હતા.
બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં પણ વિસ્ફોટ થયો હતો
નોંધનીય છે કે, રવિવારે બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ની ઓફિસની બહાર બીજો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ECP ઓફિસના ગેટની બહાર થયેલા વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ગુનેગારોને પકડવા માટે સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.
આ પણ વાંચો: ISI એજન્ટ સત્યેન્દ્ર સિવાલની ધરપકડ, ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો