ગુજરાતમાં એક વર્ષમાં 10 પીઆઈ ફરજ મુક્ત કરવામાં આવ્યા, જૂઓ યાદી
અમદાવાદ, તા.15 ડિસેમ્બર, 2024: ગુજરાતમાં છાશવારે કાયદાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા કરે તેવા બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. રાજયમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક વાર સવાલ ઉઠી ચૂક્યા છે ત્યારે પ્રજાના રક્ષક એવા પોલીસકર્મીઓની સામે જ તવાઈ ચાલી રહી છે. કોઇ જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી હોય તે કોઇ પ્રથમ નથી પણ આ કાર્યવાહી તો આ વર્ષે પ્રથમ વખત જ કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી, દારૂકાંડ, હપ્તાકાંડ, મારામારી જેવા ગુનાહિત કૃત્યોમાં ભાગીદારી કે સંડોવણીના કથિત આરોપો સાથે એક વર્ષમાં 10 પીઆઈને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.
પોલીસની સામે જ આકરી કાર્યવાહીથી ખુદ પોલીસ વિભાગમાં જ ફફડાટ વ્યાપ્યો છે. એક મીડિયા અહેવાલ અનુસાર વિવિધ આરોપોસર છેલ્લા એક વર્ષમાં 10 પીઆઈને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.
કયા કયા પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા
- જાન્યુઆરી માસમાં તરલ ભટ્ટ તોડકાંડ મામલે માણાવદરના PI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
- ફેબ્રુઆરી માસમાં ખેડામાં મારામારીના વિડીયો શેર થયા બાદ નડિયાદ ટાઉન પીઆઈ હરપાલસિંહ ચૌહાણ, નડિયાદ પશ્ચિમ પીઆઈ યશવંત ચૌહાણ અને વડતાલના પીઆઈ આર. કે. પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
- નવેમ્બર માસમાં અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI એ. એસ. પટેલ અને નહેરુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ઝીલરિયાને નબળી કામગીરી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
- રાજકોટમાં જયંતી સરધારા પર હુમલો કરવા બાદ પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં મોરબીમાં 51 લાખના તોડ કાડમાં ટંકારા પીઆઈ વાય.કે. ગોહિલને અને મોડાસા રૂરલમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ IND vs AUS: બુમરાહે ખ્વાજાને કર્યો શાનદાર રીતે આઉટ, જૂઓ વીડિયો
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S