અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાતલાઈફસ્ટાઈલહેલ્થ

અમદાવાદમાં કન્જક્ટિવાઇટિસના 50માંથી 10 દર્દીને હેમરેજિક આઈ ફ્લૂ

  • કન્જક્ટિવાઇટિસ વધુ ઉગ્ર બન્યોઃ સિવિલની ઓપીડીમાં રોજ સેંકડો દર્દીઓ
  • અનેક દર્દીઓને આંખોમાં લાલ ડાઘ, રક્તવાહિનીઓ ફાટી જવાની ગંભીર સમસ્યા
  • હેમરેજિક કન્જક્ટિવાઇટિસ એન્ટેરો વાઇરસના કારણે થઈ રહ્યો છે

અમદાવાદ સહિત રાજ્યભરમાં કન્જક્ટિવાઇટિસના કેસ છેલ્લા એક માસથી ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દર્દીઓ આંખમાં થતી પીડાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. સિવિલની ઓપીડીમાં રોજના સેંકડો કન્જક્ટિવાઇટિસના દર્દીઓ આવી રહ્યા છે ત્યારે હવે શહેરમાં કન્જક્ટિવાઇટિસે નવું સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. કન્જક્ટિવાઇટિસ હવે વધુ ઉગ્ર બન્યો છે, જેને ડોક્ટરો દ્વારા હેમરેજિક આઈ ફ્લૂ કહેવામાં આવી રહ્યો છે.

સામાન્ય રીતે કન્જક્ટિવાઇટિસથી પીડિત દર્દીઓને ચારથી પાંચ દિવસમાં સારું થઈ જાય છે, જોકે ઘણા કેસમાં સાજા થવામાં 10થી 15 દિવસનો સમય પણ લાગે છે, જેમાં આંખોના એક ખૂણા કે એક ભાગમાં લાલ નિશાન રહે છે. ડૉક્ટરનું કહેવું છે કે 50માંથી 10 દર્દીઓ આ સમસ્યા સાથે આવી રહ્યા છે. રોજ આવા 300થી 400 કેસ ખાનગી દવાખાનાં અને હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા છે. ડોક્ટરોના મતે આ સમસ્યાથી ડરવાની જરૂર નથી, કારણ કે તે 10થી15 દિવસમાં ઠીક થઈ જાય છે. માત્ર સાવચેત રહેવાની જરૂર છે. આ વખતે હેમરેજિક કન્જક્ટિવાઇટિસ એન્ટેરો વાઇરસના કારણે થઈ રહ્યો છે.

શહેરમાં કન્જક્ટિવાઇટિસના પ૦માંથી ૧૦ દર્દી હેમરેજિક આઈ ફ્લૂથી પીડિત hum dekhenge news

જોકે આંખના ડોક્ટર્સ કહે છે આમાં ગભરાવાની જરૂર નથી. સમયસર ડોક્ટરના સંપર્ક અને ઈલાજથી જલદી રિકવરી લાવી શકાય છે. આંખના ભાગે લોહી જમા થાય છે. આંખોને વધુ પડતી ઘસવાથી રક્તસ્રાવની સમસ્યા થઈ શકે છે. આંખોમાં આ ઈન્ફેક્શન વરસાદમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયા અને વાઈરસના કારણે થઈ શકે છે. આ ઋતુમાં ગંદકી અને ભેજના કારણે બેક્ટેરિયા આંખોમાં પહોંચી જાય છે અને તેને અસર કરે છે. આ ચેપ ઝડપથી ફેલાય છે. આંખો લાલ થવાની સાથે તેમાં પાણી આવવા લાગે છે. દુખાવા અને સોજાની સમસ્યા થાય છે. તે એકથી બીજામાં ફેલાઈ શકે છે.

શું કાળજી લેવી જોઇએ?

  • વારંવાર સાબુ-પાણીથી હાથ ધોવા જોઈએ. હાથને સ્વચ્છ રાખો. ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી નિયમિત તમારા હાથ ધોવા.
  • જ્યાં સુધી તમે તમારા હાથ ન ધોઈ લો ત્યાં સુધી આંખોને સ્પર્શ અથવા ઘસવાનું ટાળો.
  • ટુવાલ, મેકઅપનાં સાધનો, કસરતનાં સાધનો અથવા અન્ય રીતે શેર કરેલી વસ્તુઓ જેને ચેપ હોય એવી વ્યક્તિ સાથે શેર કરવી નહીં, ખાસ તો લિપ્સ્ટિક, કાજલ વગેરે.
  • નિયમિત ચશ્માં સાફ કરો. જો આંખમાં ચેપ હોય તો કોન્ટેક્ટ લેન્સ ન પહેરવા.
  • ચેપ દૂર થઈ જાય પછી બેડશીટ, ટુવાલ સહિતની તમામ ચીજવસ્તુઓને ધોઈ લો.
  • ડોક્ટર પાસે આંખની તપાસ કરાવો.
  • ડોક્ટરની સલાહ મુજબ જ આંખમાં ટીપાં નાખવાનું અને દવા લેવાનો આગ્રહ રાખો. જાતે કોઈ પણ પ્રકારનાં આઈ ડ્રોપ કે દવા લેવી નહીં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રોગચાળાએ ભરડો લીધો, કનઝંક્ટીવાઈટીસની સાથે મચ્છરજન્ય રોગોમાં ભારે ઉછાળો

શહેરમાં કન્જક્ટિવાઇટિસના પ૦માંથી ૧૦ દર્દી હેમરેજિક આઈ ફ્લૂથી પીડિત hum dekhenge news

હેમરેજિક કન્જક્ટિવાઇટિસ ફ્લૂના લક્ષણો

  • આંખમાં કંઈક છે સતત એવું લાગે છે. આંખો ભીની રહે છે. પાંપણ પર સોજો રહે છે.
  • દર્દીને તાવ પણ આવી શકે છે. આંખની સપાટી નીચે રક્તવાહિનીઓમાંથી રક્તસ્રાવ થઇ શકે છે.
  • દૃષ્ટિ અસ્પષ્ટ બનતાં જોવામાં મુશ્કેલી પડે છે.
  • આંખના હેમરેજનું જોખમ દરેક કન્જક્ટિવાઇટિસના પ૦ દર્દીઓમાંથી પાંચ દર્દીઓ હેમરેજિક આઇ ફ્લૂ સાથે હોસ્પિટલમાં આવી રહ્યા છે.
  • આંખોના ભાગમાં લાલ ડાઘ રહે છે. રક્તવાહિનીઓ ફાટી જાય છે, જેથી તે હેમરેજ જેવું થઈ જાય છે.
  • વાઇરસ જેટલો વધુ તીવ્ર હોય છે તેટલું જ આંખના હેમરેજનું જોખમ રહેલું છે.

આ પણ વાંચોઃ યુનિવર્સિટીમાં જ ગાંજાના છોડ, જવાબદાર કોણ?

Back to top button