ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં બનશે 10 નવા બ્રિજ, જાણો કેટલો થશે ખર્ચ

Text To Speech
  • અંદાજિત 1100 કરોડ રૂપિયા ખર્ચે નવા 10 ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ
  • 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો
  • અમદાવાદ અને બહારના વાહન ચાલકો માટે રિંગ રોડની મહત્ત્વતા વધુ છે

ગુજરાતના મેટ્રો શહેરોમાં દિવસેને દિવસે ટ્રાફિક વધી રહ્યો છે. જેમાં શહેરોમાં હવે વાહનોની સંખ્યા પણ વધી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા 10 નવા બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અંદાજિત 1100 કરોડ રૂપિયા ખર્ચે નવા 10 ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બનશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં વાહન ચાલકો માટે ટ્રાફિક અને સિંગ્નલ મુક્ત 10 નવા ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બનાવાશે. જેમાં રિંગ રોડ પર કમોડ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, બાકરોલ, હાથીજણ, , દાસ્તાન, તપોવન, શિલજ, સિંધુભવન પર 6 માર્ગીય ઓવરબ્રિજ સહિત ઓગણજ જંકશન મળી 10 જંકશન પર અંદાજિત 1100 કરોડ રૂપિયા ખર્ચે નવા 10 ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બની રહ્યો છે.

20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો

શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો રિંગ રોડ નવા વિકસિત વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ રહેશે. રિંગ રોડ પરથી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડે છે. જેથી અમદાવાદ અને બહારના વાહન ચાલકો માટે રિંગ રોડની મહત્ત્વતા વધુ છે. ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદની શાળામાં RTE હેઠળ પ્રવેશમાં છબરડાં, ખોટાં દસ્તાવેજ બનાવી લીધો હતો પ્રવેશ

Back to top button