ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

બપોરે 10 મિનિટની ઊંઘ વઘારશે યાદશક્તિ, પાવરનેપ આપશે ગજબના ફાયદા

  • જો દિવસ દરમિયાન 10 મિનિટની પાવર નેપ લેવામાં આવે તો તે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો થશે.

ગરમીના સમયમાં બપોરે ઊંઘ આવવી ખૂબ જ સામાન્ય બાબત છે. ખાસ કરીને બપોરના ભોજન પછી, ઘણા લોકોને ઊંઘ આવવા લાગે છે અને લગભગ અડધો કલાક સુસ્તી અને ઊંઘ વચ્ચે પસાર થાય છે. ઘણા લોકો દિવસ દરમિયાન ઉંઘવાને ખરાબ માને છે, પરંતુ અભ્યાસ મુજબ, જો દિવસ દરમિયાન 10 મિનિટની ઊંઘ (પાવર નેપ) લેવામાં આવે તો તે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો થશે.

કામ દરમિયાન પણ, લોકો ઘણીવાર થોડી સુસ્તી અનુભવતા જોવા મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસની ઊંઘ બાળકો માટે જેટલી ફાયદાકારક છે જેટલી તે પુખ્ત વયના લોકો માટે છે. દિવસ દરમિયાન 10 મિનિટનું ઝોકું ખાઈ લેવાથી યાદશક્તિ વધે છે અને વર્ક પર્ફોમન્સમાં પણ સુધારો થાય છે.

દિવસ દરમિયાન ઊંઘ લેવાના ફાયદા

બપોરે 10 મિનિટની ઊંઘ વઘારશે યાદશક્તિ, પાવરનેપ આપશે ગજબના ફાયદા hum dekhenge news

યાદશક્તિ સુધારે છે

દિવસ દરમિયાન લેવાયેલી ઊંઘ તમારી યાદશક્તિને સુધારી શકે છે. મેમરી સ્ટ્રોંગ કરવામાં ઊંઘ મહત્વની ભૂમિકા ભજવે છે. પાવરનેપના કારણે તમે દિવસ દરમિયાન જે વસ્તુઓ શીખ્યા છો તે સરળતાથી યાદ રહી જાય છે. પાવરનેપથી મોટર સ્કિલ્સ, સેન્સ અને વર્બલ રિકૉલમાં મદદ મળે છે.

સારું પર્ફોમન્સ

દિવસ દરમિયાન લેવામાં આવેલી 10 મિનિટની પાવરનેપ તમારું પ્રદર્શન સુધારે છે. કામ દરમિયાન, જો તમે એક બાદ એક ટાસ્ક કરતા રહેતા હશો, તો સમયની સાથે તમારું પરફોમન્સ ઘટતું જશે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાવર નેપ તમને વધુ સુસંગત રહેવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ મિસ વર્લ્ડ કોમ્પિટિશનની ફાઇનલમાં પહોંચનાર સિની શેટ્ટી કોણ છે?

મૂડ સુધારે છે

પાવરનેપ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો તમને થાક લાગે છે અથવા કામ કરવાનું મન થતું નથી, તો પાવનેપ તમારો મૂડ સંપૂર્ણપણે સુધારી દેશે. નિષ્ણાતોના મતે, સૂઈને ખૂદને રિલેક્સ કરવાથી વ્યક્તિનો મૂડ ઝડપથી સુધરે છે.

સતર્કતા વધશે

કામ દરમિયાન થાક અનુભવાતો હોય અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હો, ફોકસ ન કરી શકવાના કારણે તમારી ભૂલો વધી રહી હોય તો બપોરે 10 મિનિટની પાવરનેપ તમને ફ્રેશ કરી દેશે. તમારી એલર્ટનેસ વધશે.

સ્ટ્રેસ ઘટશે

જો તમે કામ અથવા અન્ય કોઈ કારણોસર દિવસ દરમિયાન સ્ટ્રેસ અનુભવી રહ્યા છો, તો પાવર નેપ લો. દરરોજ બપોરે 10થી લઈને 30 મિનિટની ઊંઘ લેવાથી તમારો તણાવ ઓછો થશે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને તમે કામ દરમિયાન સારું અનુભવશો.

આ પણ વાંચોઃ કેળાનું સેવન દરરોજ કરવું જોઈએ કે નહીં, કેળાનું સેવન કરવાથી શું ફાયદા થાય છે? 

Back to top button