ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિવારજનોને 10 લાખ ચૂકવવા પડશે

Text To Speech

મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટ મોટો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપતા ઓરેવા કંપનીને દરકે મૃતકોના પરિજનોને પ્રતિ વ્યક્તિ રૂ.10 લાખ ચૂકવવા આદેશ આપ્યો છે.

મૃતકોના પરિવારજનોને વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ

મોરબી પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે તમામ મૃતકોના પરિવારજનોને વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. તેમજ ઈજાગ્રસ્તોને રૂ.2 લાખ ચૂકવવા પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

મોરબી દુર્ઘટના-humdekhengenews

મૃતકોના પરિજનોને હવે રૂ. 20 લાખ વળતર મળશે

મોરબીમાં બ્રિજની દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં હાઈકોર્ટે મોરબી દુર્ઘટનામાં સરકાર અને કંપની બંનેનો સરખો દોષ હોવાનું કહ્યું હતુ અને રાજ્ય સરકાર પહેલેથી જ પીડીતોને રૂ. 10 લાખ ચૂકવી રહ્યું છે. પરંતુ કંપની દ્વારા તેમને ફક્ત 3 લાખ ચૂકવવાનું કહ્યું હતું. જેના પર હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ચૂકવણીની રકમ વધારવા માટે કહ્યું હતું. ત્યારે હવે રાજ્ય સરકારની જેમ કંપનીને પણ 10 લાખ ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આમ મૃતકોના પરિજનોને હવે રૂ. 20 લાખ વળતર મળશે.

આ પણ વાંચો : આ આખલાએ તો સાવજોને પણ હંફાવ્યા, દીવાલ ટપીને ભાગવું પડ્યું

Back to top button