ગુજરાતની 3620 ગ્રામ પંચાયતોમાં 10 લાખથી વધુ લોકો ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા
ગાંધીનગર, 7 ડિસેમ્બર 2023, સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ ચાલી રહી છે જેને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. 6 ડિસેમ્બરે ગુજરાતમાં ૩૩ જિલ્લાઓની 3620 ગ્રામ પંચાયતોમાં અંદાજે 10 લાખ 51 હજાર 501 લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા. આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ 9.72 લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે 2.7 લાખ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાંથી 1.30 લાખ કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.
સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરાયા
આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ 4.80 લાખ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત 2.61 લાખ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ 60,377 વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારૂ ભારત’ અંતર્ગત કુલ 30,077 સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 23,170 નામ નોંધવામાં આવ્યા છે. 10,626 મહિલાઓને, 13,025 વિદ્યાર્થીઓને, 3398 રમતવીરોને તેમજ 2845 સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં.
જૈવિક ખેતી કરતા 42935 જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ
આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જૂબાની’ અંતર્ગત 15674 લાભાર્થીઓ નોંધાયા છે. 2234 ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ ખાસ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ઝૂંબેશ અંતર્ગત 9873 નિદર્શન કરાયા હતા. રાજ્યમાં જૈવિક ખેતી કરતા 42935 જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. 2320 ગ્રામ પંચાયતો 100 ટકા આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. 3284 ગ્રામ પંચાયતોને 100 ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે 2487 ગ્રામ પંચાયતોને 100 ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં ૨,૯૮૮ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે. આ ૩૩ જિલ્લામાં 3348 ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. જ્યારે 3159 ગ્રામ પંચાયતોનો 100 ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ નખત્રાણાના જીયાપરના ગ્રામવાસીઓને સરકારી યોજનાઓથી વાકેફ કરાયા