ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં 10 કુકી આતંકવાદીઓ ઠાર, 1 CRPF જવાન ઘાયલ

Text To Speech

જીરીબામ, 11 નવેમ્બર : મણિપુરના જીરીબામ જિલ્લામાં કુકી આતંકવાદીઓ સામે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બોરોબેકરા સબડિવિઝન જીરીબામના જાકુરાધોર કરોંગમાં સુરક્ષા દળોએ 10 કુકી આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશનમાં CRPFનો એક જવાન ઘાયલ થયો છે.

મણિપુરની ઇમ્ફાલ ખીણ વંશીય સંઘર્ષથી પ્રભાવિત છે. આ સાથે આતંકવાદીઓએ આતંક મચાવ્યો છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતોને નિશાન બનાવીને સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓના આતંકથી ખેડૂતો ડરી ગયા છે. તેઓ ખેતરોમાં કામ કરવા જવાનું પણ ટાળી રહ્યા છે.

સોમવારે ઇમ્ફાલમાં પહાડીઓ પરથી આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં ખેતરમાં કામ કરતા એક ખેડૂતને ઈજા થઈ હતી. સતત ત્રીજા દિવસે ખેડૂતો પર આ હુમલો છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલાને કારણે બહારના વિસ્તારમાં રહેતા ખેડૂતો પોતાના ખેતરમાં જતા ડરે છે. જેના કારણે પાકની લણણીને અસર થઈ રહી છે.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે ખેડૂત પર ગોળીબારની ઘટના સવારે લગભગ 9.20 વાગ્યે બની હતી. કાંગપોકપી જિલ્લાના પહાડી વિસ્તારોના આતંકવાદીઓએ યાઈંગપોકપી શાંતિખોંગબાન વિસ્તારમાં ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો. આમાં એક ખેડૂતના હાથમાં શ્રાપેલ આવી ગયું હતું. આ અંગેની માહિતી મળતા જ સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.

અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થોડો સમય ગોળીબાર ચાલુ રહ્યો હતો. ઈજાગ્રસ્ત ખેડૂતને યાઈંગંગપોકપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી છે. હાલ તેની હાલત ખતરાની બહાર છે. આ પહેલા શનિવારે ચુરાચંદપુર જિલ્લામાં પહાડી વિસ્તારોમાંથી આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.

જેમાં વિષ્ણુપુર જિલ્લાના સેટન ખાતે ખેતરોમાં કામ કરતી 34 વર્ષીય મહિલા ખેડૂતનું મોત થયું હતું. રવિવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સાંસાબી, થમનાપોકપી અને સબુંગખોક ખુનાઉમાં પણ સમાન હુમલાઓ થયા હતા. ઇમ્ફાલ ખીણમાં મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલા વંશીય સંઘર્ષમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો :- હંમેશાં માત્ર હિન્દુઓને જ કેમ નિશાન બનાવાય છે? ટ્રમ્પ સમર્થક રિપબ્લિકન નેતાએ ઉઠાવ્યો મુદ્દો

Back to top button