ઉત્તર પ્રદેશમાંથી લાખો રૂપિયાની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે સપા નેતા સહિત 10 ઝડપાયા, જૂઓ વીડિયો
કુશીનગર, 24 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશના કુશીનગરમાં નકલી નોટોનો વેપાર કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે આ ગેંગના 10 લોકોની ધરપકડ કરી છે. જેમાં સમાજવાદી પાર્ટીના લોહિયા વાહિનીના રાષ્ટ્રીય સચિવ રફી ખાન ઉર્ફે બબલુ ગેંગની પણ ધરપકડ કરવામાં આવી છે.
#WATCH | Uttar Pradesh | Kushinagar Police busted a gang dealing in fake currency notes, the gang had movement in Nepal too.
(Video: Police media cell) pic.twitter.com/TIRAm2mCH0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 24, 2024
આરોપી સપા નેતા આખી ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. તેમની પાસેથી 5.62 લાખ રૂપિયાની નકલી નોટો, ગેરકાયદેસર પિસ્તોલ અને કારતુસ પણ મળી આવ્યા છે. રફી ખાને નેપાળ-યુપી-બિહાર અને સરહદી વિસ્તારોમાં નકલી નોટોનો ધંધો કર્યો હતો.
પોલીસ પકડથી હજુ પણ ફરાર
પોલીસે આ ગેંગના 10 લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ શેખ જમાલુદ્દીન, નિયાઝુદ્દીન ઉર્ફે મુન્ના, રેહાન ખાન ઉર્ફે સદ્દામ, ઔરંગઝેબ, મોહમ્મદ રફી, નૌશાદ ખાન, પરવેઝ ઇલાહી ઉર્ફે કૌસર આફ્રિદી, મોહમ્મદ રફીક ઉર્ફે બબલુ ખાન, હાશિમ ખાન અને સિરાજ હાશમતી તરીકે કરવામાં આવી છે. આ કેસમાં હજુ ચાર આરોપીઓ ફરાર છે. તેમની ઓળખ બિહારના સિવાનના રહેવાસી જિતેન્દ્ર યાદવ અને ગોપાલગંજના મનીષ કુમાર અને કમરુદ્દીન તરીકે થઈ છે.
આરોપીઓ પાસેથી બીજું શું કબજે કરાયું
નકલી નોટો ઉપરાંત એક લાખ 10 હજાર ભારતીય રૂપિયા, ત્રણ હજાર નેપાળી રૂપિયા, 10 ગેરકાયદેસર પિસ્તોલ, 30 કારતૂસ, 12 ફાયર શેલ, ચાર સૂતળી બોમ્બ, 13 મોબાઈલ ફોન, 26 સિમ કાર્ડ, 10 નકલી આધાર કાર્ડ મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી 10 એટીએમ કાર્ડ, આઠ લેપટોપ અને બે લક્ઝરી વાહનો મળી આવ્યા છે. ગેંગના સભ્યો નકલી નોટો અસલી નોટો સાથે ભેળવીને બજારમાં ફરતા કરતા હતા. ધરપકડ કરાયેલા છ ગુનેગારો સામે અગાઉથી જ ગુના નોંધાયેલા છે.