ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપના 10 જિલ્લા પ્રમુખો બદલાશે, જાણો કોણ જશે

Text To Speech

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપના 10 જિલ્લા પ્રમુખો બદલાશે. જેમાં બનાસકાંઠા, દ્વારકા, સુરેન્દ્રનગર અને અમરેલી પછી બીજા પણ બદલાશે. તેમજ MLAપદે ચૂંટાતા વડોદરાના મેયર, રાજકોટના ડે.મેયરનું પણ રાજીનામું લઈ લેવાયું છે. જેમાં અમદાવાદ સહિત શહેરોમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: પંદરમી ગુજરાત વિધાનસભાનું પહેલું બજેટ સત્ર જાણો કેટલા દિવસનું રહેશે

હવે આ બંને પદો પર નવી નિયુક્તિ થશે

વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જ્યાં હાર, આંતરીક ખટપટનો સામનો કરવો પડયો એવા બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લામાં ગત સપ્તાહે પ્રમુખો બદલાયા હતા. સાથે જ અમરેલી, સુરેન્દ્રનગરના જિલ્લા પ્રમુખો ધારાસભ્યપદે ચૂંટાયા બાદ ઉપદંડકપદે નિયુક્ત થતા ત્યા પણ નવા પ્રમુખો નિમાયા હતા. ભાજપમાં એક વ્યક્તિ એક પદના સિધ્ધાંતે વડોદરાના મેયરપદેથી કેયુર રોકડિયા અને રાજકોટના ડેપ્યુટી મેયરપદેથી ડો.દર્શિતા શાહે રાજીનામા આપ્યા હતા. હવે આ બંને પદો પર નવી નિયુક્તિ થશે.

વડોદરામાં પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ (નિશાળિયા)ને પ્રમુખપદે નિમ્યા

મંગળવારે સવારે સૌથી પહેલા ખેડા અને વડોદરાના જિલ્લા પ્રમુખો અનુક્રમે અશ્વિન પટેલ અને વિજય પટેલે અંગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકૂળતા દર્શાવ્યાનું જાહેર કરીને ભાજપે બંને જિલ્લા સંગઠનો વિખેર્યા હતા. બાદમાં ખેડામાં અજય બ્રહ્મભટ્ટ અને વડોદરામાં પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ (નિશાળિયા)ને પ્રમુખપદે નિમ્યા હતા.

અમદાવાદ સહિત શહેરોમાં ફેરફાર થવાની શક્યતાઓ

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેટર રહેલા કંચનબહેન રાદડિયા, દિનેશ કુશ્વાહ હવે ધારાસભ્ય છે. પ્રદેશ મંત્રી મહેશ કસવાલા, રાજકોટના કોર્પોરેટર ભાનુબહેન બાબરિયા (કેબિનેટ મંત્રી) સહિત અનેક સંગઠનમાં પદાધિકારી અથવા સ્થાનિક સંસ્થામાં જનપ્રતિનિધી છે. આથી, આવા ધારાસભ્યોને અગાઉની જવાબદારીમાંથી મુક્ત કરીને નવી નિયુક્તિ થાય તો નવાઈ નહી.

Back to top button