મૉડલ દિવ્યા પાહુજાની હત્યાના 10 દિવસ બાદ હરિયાણાની નહેરમાંથી મૃતદેહ મળ્યો
નવી દિલ્હી, 13 જાન્યુઆરી: મૉડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ હરિયાણાની એક નહેરમાંથી મળી આવ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, દિવ્યાનો મૃતદેહ તોહનાની કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ દિવ્યાનો છે અને તેની ઓળખ દિવ્યાના પરિવારજનોએ ખુદ કરી છે. હાલ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મહત્ત્વનું છે કે આ કેસમાં પોલીસે આરોપી બલરાજના કહેવા પર મૃતદેહ કબજે કર્યો છે.
Model Divya Pahuja murder case: Divya Pahuja’s body found in a canal in Tohana, Haryana: Subhash Boken, PRO Gurugram Police
More details are awaited.
— ANI (@ANI) January 13, 2024
10 દિવસ બાદ મૉડલનો મૃતદેહ મળ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યાના મૃતદેહને પંજાબમાં એક કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહની શોધ માટે પંજાબથી હરિયાણા સુધીના વિસ્તારમાં શોધખોળ કરી હતી, ત્યારબાદ જ તોહનાની નહેરમાંથી લાશ મળી આવી હતી. જો કે, થોડા દિવસ પહેલા જ દિવ્યા પાહુજા મર્ડર કેસમાં આરોપી બલરાજની ધરપકડ કર્યા બાદ આ વાતનો ખુલાસો થયો હતો.
#WATCH | Model Divya Pahuja murder case: Police recovered the body of Divya Pahuja from a canal in Tohana, Haryana; visuals from the spot. pic.twitter.com/Y94nfeZzvi
— ANI (@ANI) January 13, 2024
પોલીસે આરોપીની ધરપકડ કરી
બલરાજ ગિલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે 3 જાન્યુઆરીએ તેણે દિવ્યાની લાશને પટિયાલા કેનાલમાં ફેંકી દીધી હતી. આ ખુલાસા બાદ ક્રાઈમ બ્રાન્ચે પટિયાલામાંથી પસાર થતી કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મોડલ દિવ્યા પહુજા મર્ડર કેસના આરોપી બલરાજ ગિલની ગુરૂવારે પશ્ચિમ બંગાળમાં ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બલરાજ ગિલ એ જ વ્યક્તિ છે જે દિવ્યા પાહુજાના મૃતદેહને રવિ બંગા સાથે BMW કારમાં નિકાલ કરવા માટે લઈ ગયો હતો અને ફરાર થઈ ગયો હતો. ઘટનાના 10 દિવસ બાદ મોહાલીના રહેવાસી બલરાજ ગિલની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: હાર્વર્ડ રિટર્ન-AI કંપનીની મહિલા CEO દ્વારા પોતાના 4 વર્ષના પુત્રની નિર્દયતાથી હત્યા