ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુ: રાજ્યપાલ દ્વારા પરત કરાયેલા બિલ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર

ચેન્નઈ: સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યા બાદ તમિલનાડુના ગવર્નર આરએન રવિના પેન્ડિંગ 10 બિલોને ડીએમકે સરકારને પરત કરાયા હતા. આ તમામ 10 બિલ શનિવારે 18 નવેમ્બરે તમિલનાડુ વિધાનસભાના વિશેષ સત્રમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. અગાઉ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને અગાઉ પસાર કરાયેલા અને રાજ્યપાલ રવિ દ્વારા પરત કરાયેલા 10 ખરડાઓ પર પુનર્વિચાર કરવા માટે વિધાનસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો.

સ્ટાલિને દરખાસ્ત રજૂ કરતી વખતે કહ્યું હતું કે રાજ્યપાલે કોઈપણ કારણ આપ્યા વગર બિલ પરત કરી દીધા હતા. ગૃહે 2020 અને 2023માં બે-બે બિલને મંજૂરી આપી હતી, જ્યારે ગત વર્ષે છ અન્ય બિલ પસાર કરવામાં આવ્યા હતા. સ્ટાલિને કહ્યું કે ગૃહે નોંધ્યું છે કે ભારતના બંધારણની કલમ 200ની જોગવાઈઓ હેઠળ જો ઉપરોક્ત બિલો ફરીથી પસાર કરવામાં આવે છે અને રાજ્યપાલની સંમતિ માટે રજૂ કરવામાં આવે છે, તો તે તેની સંમતિ રોકી શકે છે.

લાંબા સમયથી રાજ્યપાલ પાસે બિલ પેન્ડિંગ પડ્યા હતા

વિધાનસભામાં બિલ પસાર થયા બાદ મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવ્યા હતા. ત્યારથી આ તમામ બિલો કોઈપણ કારણ વિના પેન્ડિંગ હતા. તમિલનાડુ સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.આમાં રાજ્યની યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને ચાન્સેલરના પદ પર બઢતી આપીને રાજ્યપાલની સત્તામાં ઘટાડો કરવાના બિલનો પણ સમાવેશ થાય છે.

સ્ટાલિને રાજ્યપાલ રવિ પર આકરા પ્રહારો કર્યા અને વિધાનસભામાં કહ્યું કે કોઈપણ કારણ બિલને અટકાવી રાખવું અયોગ્ય છે. આ તમામ બિલો તેમની અંગત ઇચ્છા અને પસંદગીના કારણે પરત કરવામાં આવ્યા હતા. તેમને સંમતિ ન આપવી એ અલોકતાંત્રિક અને જનવિરોધી છે. મુખ્યમંત્રી સ્ટાલિને એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલો દ્વારા કેન્દ્ર બિન-ભાજપ શાસિત રાજ્યોને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 10 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવામાં રાજ્યપાલો દ્વારા વિલંબ પર ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કરી હતી. મહત્ત્વનું છે કે, ડીએમકે સરકાર અને તમિલનાડુના રાજ્યપાલ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી મતભેદો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં સરકાર V/S રાજ્યપાલ: મામલો સુપ્રીમમાં પહોંચ્યો

Back to top button