ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતમાં 1 વર્ષનો બાળક રુમમાં ફસાયો, ફાયર જવાનોએ બારીમાંથી પ્રવેશ મેળવી દિલધડક રેસ્ક્યૂ કર્યું

Text To Speech

સુરતમાંથી માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતા બાળકોને રમતા મુકી અવારનવાર કામ કરતા હોવાથી ઘણી વખત બાળકો સાથે દૂર્ઘટના ઘટી જતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જેમાં માતા-પિતાના ધ્યાન બહાર જતા 1 વર્ષનું બાળક રૂમમાં બંધ થઈ ગયું હતું. જેનું ફાયર વિભાગે અગાસી મારફતે મકાનની બારીમાંથી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો.

સુરતમાં 1 વર્ષના બાકનું દિલધડક રેસ્ક્યું 

મળતી માહિતી મુજબ ગઈ કાલે સાંજે 7 વાગ્યાની આસપાસ રામપુરાના હરીપુરા સોસાયટીમાં આવેલા મકાનમાં બાળક ફસાઇ ગયું હતું. અને રુમમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ હતો. જેના કારણે બાળકને બચાવવા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. ફાયર જવાનોએ ઘરમાં પ્રવેશ કરી અંદરથી લોક થઈ ગયેલો દરવાજો ખોલીને બાળકને બહાર લાવવામાં આવ્યો હતો.

ફાયર જવાનોએ અગાશી પરથી દોરડું બાંધીને રેસ્ક્યુ કર્યું

ફાયર વિભાગે મકાનની અગાશી પરથી દોરડું બાંધીને રેસ્ક્યુ કર્યું હતુ.ફાયર મેન દોરડાની મદદથી બારી મારફતે રૂમમાં પ્રવેશ્યો હતો અનેબાળકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. અંતે બાળકને બહાર આવતાં જોતા મા-બાપે રાહતનો શ્વાશ લીધો હતો. આખરે ઘટનાસ્થળ પર હાજર તમામ લોકોએ તેમની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

લોકોએ ફાયરજવાનોની કામગીરીને બિરદાવી

મહત્વનું છે કે, આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જોઈ શકાય છે કે,ફાયરના જવાનો દોરડાની મદદથી સાથી જવાનને બારી સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ રેસ્કયુ સ્થાનિક લોકો પણ જોઈ રહ્યા હતા. ત્યારે બાળકને સહી સલામત બહાર કાઢતા લોકોએ આ જવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો : “ઈતિહાસની સૌથી ખરાબ હાર છતાં કોંગ્રેસે કોઈ બોધપાઠ ન લીધો ?”, પૂર્વ ધારાસભ્યએ હૈયાવરાળ ઠાલવી

Back to top button