અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: ઓઢવમાં દેશી તમંચા અને કારતુસ સાથે 1 ની તેમજ સરદારનગર માંથી સોનાની લૂંટ કરતી ગેંગના બે ઈસમોની ધરપકડ

Text To Speech

અમદાવાદ 29 જૂન 2024 : અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે હાલ બે અલગ અલગ વિસ્તારમાંથી સોનાની ચોરી તથા છરી બતાવી લૂંટ આચરનારા બે ઈસમોની ગેંગ તેમજ સરદારનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રાખતા તમંચો તેમજ બે કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી અવાર નવાર લૂંટને અંજામ આપતો

અમદાવાદ શહેરમાં ગુનાખોરીને અટકાવવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સતત દેખરેખ તથા તપાસ કરવામાં આવતી હોય છે હાલમાં જ ગણતરીના દિવસોમાં રથયાત્રા યોજવા જઈ રહી જેને લઇને અગાઉ શહેર પોલીસ દ્વારા તમામ ક્રાઈમ રેકોર્ડ ધરાવતા લોકોને મળીને તેમને વોર્ન કરવામાં આવ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તમામની માહિતી લેવામાં આવી રહી છે સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ દુકાનદારોને ત્યાં અંદર અને બહારના વ્યુઝ આવે તેવા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત સરદાર નગર વિસ્તારમાંથી દિપક ઉર્ફે દીપુ મોહનભાઈ કિશનચંદ મુરજાની તેમજ કેતન ઉર્ફે કિશન જયંતીભાઈ નારણભાઈ બારોટની સોનાની રણીના બે નંગની લૂંટમાં ધરપકડ કરવામાં આવી છે. જેની કુલ કિંમત ₹1,91,5 00 મનાઈ રહી છે. સાથે આરોપી દીપક મુરજાની પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે ગઈ તા.17/6/24 ના રોજ બપોરના ત્રણ વાગ્યાના આસપાસ નીલકમલ સોસાયટીના નાકે ગેલેક્ષી અન્ડરબ્રીજ નરોડા ખાતે શાકભાજીની લારી લઈને ઉભા રહેતા ભરતભાઈ પટણીને છરી બતાવી 10,000/- ની લુંટ આચરી હતી જેની ફરિયાદ પણ આપવામાં આવી હતી.

ગેરકાયદેસર તમંચો અને કારતુસ મળી આવ્યા

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોથી મળતી માહિતી મુજબ ગેરકાયદેસર તમંચા અને કારતુસ સાથે 30 વર્ષની ઉંમરના બાપુનગર ખાતે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા પ્રદીપ મઘુભાઈ ભાદાભાઈ ઝાલેરાની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને 8MM કારતુસના બે નંગ જેની કિંમત આશરે 5200 ની આસપાસ થાય છે. હાલ આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે

આ પણ વાંચો : અમદાવાદઃ SOG એ 5.14 લાખના MD ડ્રગ્સ સાથે કરી 1 ની ધરપકડ; 51.4 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો 1 આરોપી

Back to top button