આવતીકાલે દિવાળીનો તહેવાર છે. આ પર્વએ લગભગ મોટાભાગના ધંધા રોજગાર બંધ હોય છે અથવા માત્ર મુહૂર્ત સાચવવા માટે શરૂ કરવામાં આવતા હોય છે. ત્યારે શેરબજારમાં પણ કાલે એક કલાકનું મુહૂર્ત સેશન રાખવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે લગભગ બધા રોકાણકારો આ ખાસ દિવસે મુહૂર્ત પર રોકાણ કરવા માટે રાહ જુએ છે. રોકાણકારોનું પણ આવું માનવું છે કે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રોકાણ કરવાથી સમૃદ્ધિ મળે છે.
કેટલા વાગ્યે છે મુહૂર્ત ટ્રેડિંગ સેશન ?
આવતીકાલે દિવાળીના દિવસે સાંજે એક કલાક માટે પૈસા રોકાણ કરવાની તક મળશે. દિવાળીના દિવસે BSE અને NSEમાં એક કલાકનું વિશેષ ટ્રેડિંગ સેશન એટલે કે ‘મુહુર્ત ટ્રેડિંગ’ થશે. અને તમે આ એક કલાકમાં તમારા પૈસા બજારમાં રોકી શકો છો. દિવાળીનું સ્પેશિયલ ટ્રેડિંગ સેશન સાંજે 6:15 થી 7:15 વચ્ચે યોજાશે. શેર બજારના એક્સપર્ટસ માને છે કે આ મુહૂર્ત દરમિયાન કોઈ સોદા કે રોકાણ કરવું શુભ છે અને આ રોકાણ આર્થિક સમૃદ્ધિ લાવે છે.