ટ્રેન્ડિંગધર્મ

હનુમાન જયંતી પર 1 કલાક 34 મિનિટનું શુભ મુહૂર્ત, જાણો અન્ય વિગતો

  • હનુમાન જયંતીના દિવસે સંપૂર્ણ શ્રદ્ધા સાથે હનુમાનજી, ભગવાન શ્રીરામ અને માતા સીતાની આરાધના કરવાથી જાતકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. હનુમાનજીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6.06 વાગ્યાથી લઈને 7.40 મિનિટ સુધી છે

22 એપ્રિલ, અમદાવાદઃ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. રામનવમીના છ દિવસ બાદ હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાય છે. 23 એપ્રિલ અને મંગળવારના રોજ હનુમાન જયંતી ઉજવાશે. એવી માન્યતા છે કે આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાન જયંતીના દિવસે સંપૂર્ણ શ્રદ્ધા સાથે હનુમાનજી, ભગવાન શ્રીરામ અને માતા સીતાની આરાધના કરવાથી જાતકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જાણો હનુમાન જયંતીની પૂજાનું શુભ મુહૂર્ત, મંત્ર, ભોગ, રંગ, પુષ્ય અને પૂજા વિધિ.

હનુમાન જયંતીની પૂજાનું મુહૂર્ત

હનુમાનજીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6.06 વાગ્યાથી લઈને 7.40 મિનિટ સુધી છે. આ દિવસે અભિજિત મુહૂર્ત બપોરે 12.02થી 12.53 સુધીનું છે. 23 એપ્રિલે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે.

હનુમાન જયંતી પર 1 કલાક 34 મિનિટનું શુભ મુહૂર્ત, જાણો અન્ય વિગતો hum dekhenge news

મંત્ર

ऊं हं हनुमते नम:

ભોગ

હનુમાનજીને કેળા, બેસન કે બુંદીના લાડુનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે.

પ્રિય પુષ્પ અને રંગ

હનુમાન જયંતીના દિવસે પૂજાના સમયે લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરવા અત્યંત શુભ છે. હનુમાનજીનો પ્રિય રંગ લાલ છે, તેથી પ્રભુને લાલ ગુલાબના ફૂલ અને માળા પણ ચઢાવી શકો છો.

હનુમાન જયંતી પર 1 કલાક 34 મિનિટનું શુભ મુહૂર્ત, જાણો અન્ય વિગતો hum dekhenge news

હનુમાન જયંતીની પૂજા વિધિ

સવારે જલ્દી ઊઠી સ્નાન કરીને લાલ રંગના સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ બજરંગબલીને લાલ રંગના પુષ્પ અર્પિત કરો. સિંદુરમાં ચમેલીનું તેલ મિક્સ કરીને ચઢાવો. ચણા, ગોળ અને નારિયેળ પણ ચઢાવો. પ્રભુને બેસનના લાડુ કે બુંદીના લાડુનો ભોગ ચઢાવો. ત્યારબાદ ઘીનો દીવો કરો અને સુંદરકાંડ કે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યારબાદ આરતી અને વ્રત કરવાનો સંકલ્પ કરો. હનુમાનજી સાથે પ્રભુ શ્રીરામ અને માતા સીતાની પણ ઉપાસના કરો.

આ ઉપાય પણ કરો

પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે હનુમાન જયંતી પર હનુમાનજી સાથે માતા લક્ષ્મીની પૂજા કરો. પૂર્ણિમાના દિવસે ચંદ્ર દેવને અર્ઘ્ય આપો.

થશે આ શુભ યોગનું નિર્માણ

હનુમાન જયંતી પર ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો આ વખતે ગ્રહોનો સારો સંયોગ થઈ રહ્યો છે. આ દિવસે ગુરૂ આદિત્ય રાજયોગ બની રહ્યો છે. આ યોગને શુભ માનવામાં આવે છે. હનુમાન જયંતીનું ફળ બેગણું થઈ જશે. આ ઉપરાંત પંચ મહાપુરુષ યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં શુક્ર ગ્રહના કારણે માલવ્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ હનુમાન જયંતી પર છે વિશેષ યોગ, આ રીતે કરો બજરંગબલીને પ્રસન્ન

Back to top button