અમદાવાદગુજરાત

રાજ્યમાં 10 વર્ષમાં 1.67 લાખ જગ્યાઓ પર ભરતી કરાઈ, બેરોજગારીનો દર 1.7 ટકા

Text To Speech

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2024, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2014થી 2023 દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.આ ઉપરાંત વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે. જેમાં આગામી સમયમાં 1.30 લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે.

ઋષિકેશ પટેલે વિધાનસભામાં માહિતી આપી
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ 35038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે 3780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 6408, પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 12145, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12705 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

ચાલુ વર્ષમાં કુલ 21084 જગ્યાઓ ભરવાનું આયોજન
મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષમાં કુલ 21084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12000, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.કેન્દ્ર સરકારના ઓક્ટોબર-2023માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2 ટકા છે. જેની સામે રાજ્યમાં બેરોજગારીનો દર માત્ર 1.7 ટકા છે. ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 3,10,590 બે વર્ષમાં 5,85,390 અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ 14,43,790 લોકોને રોજગારી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બે વર્ષમાં 366 લાંચિયા અધિકારીઓ પકડાયા, જાણો સૌથી વધુ કયા વિભાગના

Back to top button